Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

મુંબઈના નાલાસોપારાથી એક કરોડ 49 લાખનુ કોકીન ઝડપાયું : ચાર નાઈજીરિયન ની ધરપકડ

પ્રગતિનગરમાં ડ્રગના સોદા અંગે, માહિતી મળતા પોલીસ પહોંચી : આરોપીઓ પાસેથી 747 ગ્રામ કોકીન મળ્યું

મુંબઈને  અડીને આવેલા નાલાસોપારા વિસ્તારમાં ડ્રગના કેસમાં, પોલીસે 4 નાઇજિરિયન નાગરિકોની ધરપકડ કરી છે. પોલીસે આ ચારેય પાસેથી 1.49 કરોડ રૂપિયાની કિંમતનું કોકીન મળી આવ્યુ છે.

મંગળવારે નાલાસોપારા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ. પાટિલે કહ્યું કે, 'સોમવારે પોલીસને પ્રગતિનગરમાં ડ્રગના સોદા અંગે, માહિતી મળી હતી. આ આધારે પોલીસની બે ટીમો બનાવવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચતા પોલીસે નાઇજિરિયન ચાર યુવકો-આગુ ઓસિતા (28), ઓગોના ચૂક્નેવે (29), ઉરજી ફિલિપ (30) અને ચ્રીસ એજાહ ચૂક્નેવે (30) ની તલાશી લીધી હતી, અને તેમની પાસેથી 747 ગ્રામ કોકીન મળી આવ્યું હતું . ચારેયની ધરપકડ કરવામાં આવી હતી. આગળની કાર્યવાહી ચાલી રહી છે.'

(12:43 pm IST)