Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ગુજરાતમાં ૧૧ વાગ્યા સુધીમાં આઠ બેઠકો ઉપર ૨૩.૨૯ % મત પડી ચુક્યા છે જ્યારે નાગાલેન્ડમાં સવારે ૧૧ સુધીમાં ૩૭ ટકા મત પડી ચૂક્યા છે: સૌરાષ્ટ્ર કચ્છમાં સતત બીજા દિવસે પણ ઠંડી વધી, નલિયામાં આજે સવારે ૧૫ ડિગ્રી ઉષ્ણતામાન, રાજકોટમાં ૧૭.૮ ડિગ્રી: હિમાચલમાં બરફ વર્ષા શરૂ, કેદારનાથ ધામમાં જોરદાર હિમવર્ષા, મંદિર આસપાસ ચારેકોર બરફની ચાદર, સમગ્ર ઉત્તર ભારતમાં જોરદાર શિયાળાનો પ્રારંભ, ગુજરાત સહિત દેશના ઉત્તરનાં રાજ્યોમાં આગામી ત્રણ મહિના ઠંડી ભુક્કા બોલાવશે, હવામાન ખાતાની આગાહી: ઓસ્ટ્રેલિયાની રાજધાની વિએનામાં આતંકી હુમલો, ૬ સ્થળો ઉપર પચાસ રાઉન્ડ ફાયરિંગમાં સાતના મોત, અનેક ઘાયલ: સાંજે ૪.૩૦ વાગ્યાથી અમેરિકાના નવા પ્રમુખ માટે મતદાન શરૂ થશે, અમેરિકી સમય મુજબ સવારે ૬ થી રાત્રે ૯ સુધી મતદાન ચાલશે અને તુરત જ મતગણતરી શરૂ થશે, નવ કરોડથી વધુ મતો પડી ચૂક્યા છે, યુવાનો બિડેનને ચાહે છે, જ્યારે વયસ્કો ટ્રમ્પને ઇચ્છે છે, મહત્વના રાજ્યોમાં બંને લગોલગ દોડે છે: ગુજરાતના કરજણમાં ભાજપના કાર્યકરો ખુલ્લેઆમ પૈસા વેચતા હોવાનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો, ત્રણ લોકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી હજારો રૂપિયા અને રિક્ષા કબજે લીધી

(1:05 pm IST)