Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

અમેરિકા પ્રેસિડન્ટ ચૂંટણી : હિંસા થવાની ભીતિએ વ્હાઇટ હાઉસને ફરતી કિલ્લેબંધી : કર્મચારીઓ તથા અધિકારીઓનો સુરક્ષા પ્રબંધ જડબેસલાક કરાયો

વોશિંગટન : અમેરિકામાં આજ 3 નવેમ્બરના રોજ પ્રેસિડન્ટ પદની ચૂંટણી છે.જેમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તથા વર્તમાન વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તથા પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ જો બિડન વચ્ચે કાટેકી ટક્કર છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન સામસામી આક્ષેપ બાજીઓ થઇ હતી.જેમાં વિવેકભાન ભુલાયું હતું.ચૂંટણી દરમિયાન તથા પરિણામના દિવસે હિંસા ફેલાઈ શકે તેવા એંધાણ પણ મળી ચુક્યા હતા.જે મુજબ વોલમાર્ટમાંથી મોટા પાયે રિવોલ્વર સહિતના ઘાતક હથિયારોની ખરીદી થવા લગતા વેચાણ બંધ કરવું પડ્યું હતું.

આથી હિંસાની ભીતિને ધ્યાને લઇ વ્હાઇટ હાઉસમાં સુરક્ષા પ્રબંધ જડબેસલાક કરી દેવાયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:28 pm IST)