Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સીએનએનને ખરીદવાનું વિચારી રહ્યા છે એમેઝોનના સીઇઓ જેફ બીઝોસ

એમેઝોના સીઇઓ અને વિશ્વના સૌથી અમીર વ્યકિત જેફ બીઝોસ ન્યુઝ નેટવર્ક સીએનએનને ખરીદવા અંગે વિચારી રહ્યા હોવાનું બેંકરોએ ફોક્ષ બીઝનેસ સાથેની મીટીંગમાં કહ્યું હોવાની ચર્ચા છે. જો કે શ્રી બીઝોસની નજીકની એક વ્યકિત તેના પ્રતિભાવમાં કહ્યું હતું કે આ અંગે કોઇ વાત જ નથી થઇ.

સીએનએનની માલિકી એટી એન્ડ ટી ધરાવે છે જેની કિંમત ૨૦૧૬માં ૮૫ બીલીયન ડોલર ટાઇમ વોર્નરમાં ગણાવાઇ હતી અને ત્યારે એટી એન્ડ ટી ઉપર કેટલાક દશક બીલીયન ડોલરનું દેવું  હતું. જો કે  સીએનએન અત્યારે પણ નફો કરતી કંપની છે.

(3:01 pm IST)