Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

આતંકવાદ વિરૂદ્ધ મોટો પ્રહાર

સરકારે ખાલિસ્તાન સમર્થક ૧ર વેબસાઇટ બ્લોક કરી

મધ્યપ્રદેશના મોરેનામાં પેટા ચૂંટણી દરમિયાન ફાયરિંગ : મહિલાને ઇજા : ભાજપના ઉમેદવાર પર થયો આક્ષેપ : રૂઅર મૈના વાઇસના પોલીંગ બૂથ નંબર ૧૨૫ પર અસમાજીક તત્વોએ ગોળીબાર કર્યો

નવી દિલ્હી, તા. ૩ : મોદી સરકારે ખાલિસ્તાન સમર્થક સંગઠનો સાથે જોડાયેલા ૧ર વેબસાઇટોને પ્રતિબંધિત કરવાની ઘોષણા કરી છે. આ મામલા સાથે જોડાયેલા એક સુત્રએ જણાવ્યું કે પ્રતિબંધિત વેબસાઇટોમાંથી કેટલાકને સીધી રીતે ગેરકાયદેસર સંગઠન (શીખ ફોર જસ્ટિસ) દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું. વેબસાઇટો પર ખાલિસ્તાન સમર્થન સામગ્રી હતી.

સુત્રોના જણાવ્યા મુજબ ઇલેકટ્રોનિકસ તેમજ આઇટી મંત્રાલયે આઇટી અધિનિયમની ધારા ૬૯ એ હેઠળ ૧ર વેબસાઇટો પર પ્રતિબંધ લગાવાનો આદેશ આપ્યો છે. ઇલેકટ્રોનિકસ તેમજ સુચના પ્રાદ્યોગિકી મંત્રાલયે ભારતમાં સાઇબર સ્પેસની નિગરાનીનો અધિકાર પ્રાપ્ત છે તેમાં એસએફજેએમ ફામર્સ, પીબીટીમ, 'સેવા ૪૧૩', ''પીબી૪યુ, સાડાપિંડ પ્રતિબંધિત વેબસાઇટોમાં સામેલ છે.

તેમાંથી કુલ પ્રતિબંધિત વેબસાઇટોને શોધવા પર હવે તે સંદેશ આવી રહ્યો છે, તેમાં જે યુઆરએલનો અનુરોધ કરવામાં આવ્યો છે. તેને ભારત સરકારના દુરસંચાર વિભાગે પ્રાપ્ત નિર્દેશો હેઠળ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે. વધુ જાણકારી માટે પ્રશાસકનો સંપર્ક કરે. ગૃહમંત્રાલયે ગયા વર્ષે રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ માટે એસએફજે પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. સરકારે અલગાવવાદી ગતિવિધિઓનું સમર્થન કરવા માટે 'એસએફજે' સાથ સબંધ ૪૦ વેબસાઇટો પર જુલાઇમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

(3:35 pm IST)