Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ચીનની ચિંતા વધારનાર માલાબાર સૈન્ય અભ્યાસ શરૃઃ ભારત સહિત ચાર દેશો બતાવશે પોતાની તાકાત

નવી દિલ્હી,તા.૩: પૂર્વ લદ્દાખમાં જારી તણાવની વચ્ચે મંગળવારે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના માલાબાર નૌસેના અભ્યાસનું પહેલું ચરણ શરૂ થયું છે. આ બંગાળની ખાડીમાં વિશાખાપટ્ટનમમાં શરુ થયું છે. આ અભ્યાસ આ ચાર દેશોની વચ્ચેની રણનીતિક સંબંધોને દર્શાવે છે.

અમેરિકા સુરક્ષા તરીકે કવોર્ડને સમર્થન કરી રહ્યું છે.હથિયારોથી ફાયરિંગનો પણ અભ્યાસ કરવામાં આવશે.નૌસેના અભ્યાસનું બીજું ચરણ ૧૭-૨૦ નવેમ્બરની વચ્ચે અરબ સાગરમાં શરુ થશે. સૈન્ય અભ્યાસ ૩ દિવસ સુધી ચાલશે અને શુક્રવારે ખતમ થઈ જશે. આ ચાર દેશોના નૌસેના અભ્યાસ બીજું ચરણ ૧૭-૨૦ નવેમ્બરની વચ્ચે અરબ સાગરમાં શરુ થશે. ગત અઠવાડિયાએ ભારતે આ જાહેરાત કરી હતી કે ઓસ્ટ્રેલિયા પણ આ અભ્યાસમાં ભાગ લેશે. જેના પર અમેરિકાએ સહમતિ દર્શાવી હતી.

કવાર્ડ સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની ટોકિયોમાં બેઠકના ૨ અઠવાડિયા બાદ ભારતે ઓસ્ટ્રેલિયાના અભ્યાસમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું હતું. જાપાનમાં થયેલી આ બેઠકમાં ચાર દેશોની વચ્ચે હિંદ પ્રશાંતમાં સહયોગ વધારવા પર વિસ્તૃત વાતચીત કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે પહેલા ચરણમાં જટિલ અને અત્યાધુનિક નૌસેના અભ્યાસ થશે.

આ અભ્યાસમાં સબમરીન નષ્ટ કરનાર અથવા હવાઈ યુદ્ઘને પહોંચી વળવાનું અભિયાન થસે. આ ઉપરાંત હથિયારોથી ફાયરિંગનો પણ અભ્યાસ કરવામાં આવશે. માલાબાર અભ્યાસ ૧૯૯૨માં ભારતીય નૌસેના અને અમેરિકન નૌસેનાની વચ્ચે હિંન્દ મહાસાગરમાં એક દ્વિપક્ષીય અભ્યાસના રુપમાં શરુ થયો હતો. પછીથી ૨૦૧૫માં જાપાન આનો સ્થાયી સભ્ય બન્યું છે.

આ અભ્યાસમાં ભારતીય નૌસેના રણવિજય, યુદ્ઘ જહાજ શિવાલિક, મુદ્ર તટીય જહાજ નૌકા સુકન્યા, જહાજોના કાફલાને મદદ પહોંચાડનાર જહાજ શકિત અને સબમરીન સિંધુરાજને સામિલ કરશે. ચીનની વધતી આક્રમકતાને કાબૂમાં રાખવા માટે અમેરિકા સુરક્ષા તરીકે કવોર્ડને સમર્થન કરી રહ્યું છે.

(3:36 pm IST)