Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

મેઇન ઇન ઇન્‍ડિયા ડિવાઇઝ સ્‍માર્ટફોન ખરીદવાની આતુરતાનો અંતઃ માઇક્રોમેક્‍સના 2 નવા મોબાઇલ લોન્‍ચઃ કિં.રૂ. 6999થી શરૂ

મુંબઇઃ જો તમે નવો સ્માર્ટફોન ખરીદવા માંગો છો અને લાંબા સમયથી કોઈ મેડ ઈન ઈન્ડિયા ડિવાઈઝની રાહ જોઈ રહ્યાં છો, તો તમારી આતુરતાનો અંત આવી રહ્યો છે. ઈન્ડિયન કંપની માઈક્રોમેક્સ તમારા માટે બે સ્વદેશી સ્માર્ટફોનના ઑપ્શન લઈને આવી છે.

માઈક્રોમેક્સ પોતાની નવી સિરીઝ સાથે શાનદાર વાપસી કરી છે. આ નવી સિરીઝમાં બે લેટેસ્ટ સ્માર્ટફોન લૉન્ચ કરવામાં આવ્યાં છે. Micromax IN Note 1 અને Micromax IN 1b. જો ખાસિતયોના વાત કરીએ તો, બન્ને ડિવાઈઝને કંપની બજેટ સેગમેન્ટમાં લઈને આવી છે. જેમાં મીડિયાટેક પ્રોસેસર આપવામાં આવ્યું છે. કંપનીએ બન્ને ડિવાઈઝમાં 5000mAh બેટર રિવર્સ ચાર્જિગ સાથે આપી છે. જેમાં સ્ટોક એન્ડ્રોઈડ એક્સપીરિયન્સ યુઝર્સને વિના કોઈ બ્લૉટવેયર કે પ્રી-ઈન્સ્ટોલ્ડ એપ્સમાં મળશે.

માર્કેટમાં આ બન્ને સ્માટ્રફોન્સ ઈનફિનિક્સ અને રિયલમી બ્રાન્ડના રિયલમી 6ને ટક્કર આપશે. માઈક્રોમેક્સનું કહેવું છે કે, ગ્રાહકોને 2 વર્ષો સુધી નિયમિત સોફ્ટવેર અપડેટ્સ આપવામાં આવશે.

Micromax IN Note-1 ફિચર્સ અને કિંમત

» સૉફ્ટવેર અને ડિસ્પ્લે

આ લેટેસ્ટ મોબાઈલ ફોન સ્ટૉ એન્ડ્રોઈડ પર કામ કરે છે અને તેમાં 6.67 ઈંચ ફૂલ HD ડિસ્પ્લે છે.

» પ્રોસેસર, RAM અને સ્ટોરેજ

માઈક્રોમેક્સ ઈન નોટ-1માં સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે મીડિયાટેક હીલિયો G85 પ્રોસેસર સાથે 4GB RAM અને 128 GB સુધી સ્ટોરેજ છે.

» બેટરી લાઈફ

5000 mAhની બેટરી ફોનમાં આપવામાં આવી છે. જે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. જણાવી દઈએ કે, હેન્ડસેટ રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ કરે છે.

» કેમેરા ડિટેલ્સ

ફોનના પાછળના ભાગમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. 48 મેગા પિક્સલના પ્રાઈમરી કેમેરા સેન્સર, 5 મેગાપિક્સલનો સેકેન્ડરી કેમેરા અને 2 મેગાપિક્સલના 2 અન્ય કેમેરા સેન્સર આપવામાં આવ્યાં છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેન્સર આપવામાં આવ્યો છે.

કિંમત

ભારતીય માર્કેટમાં માઈક્રોમેક્સ એન નોટ 1ના 4GB RAM/64GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 10,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે આ ફોનના 4GB RAM/128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 12,499 રૂપિયા રાખવામાં આવી છે.

Micromax In 1B ફિચર્સ અને કિંમત

»સૉફ્ટવેર અને ડિસ્પ્લે

આ મોબાઈલ પણ સ્ટૉક એન્ડ્રોઈટ પર જ ચાલે છે અને આ બજેટ સ્માર્ટફોનમાં ગ્રાહકોને 6.5 ઈંચની HD+ ડિસ્પ્લે મળશે.

» પ્રોસેસર, RAM અને સ્ટોરેજ

આ બજેટ ફોનમાં મીડિયાટેક હીલિયો G-35 પ્રોસેસરની સાથે 4GB RAM અને 64 GB સુધી સ્ટોરેજ છે.

» કેમેરા ડિટેલ્સ

ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઈમરી કેમેરા સેન્સર 13 મેગાપિક્સલનો છે. જ્યારે સેકેન્ડરી કેમેરા સેન્સર 8 મેગા પિક્સલનો છે

» બેટરી લાઈફ

આ ફોનમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે. જે વૉટ સ્ટાન્ડર્ડ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

કિંમત

આ માઈક્રોમેક્સ મોબાઈલ ફોનના 2GB RAM અને 32 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 6999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે સ્માર્ટફોનના 4GB RAM/64 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 7999 રૂપિયા રાખવામાં આવી છે.

ક્યાંથી મળશે? એ પ્રશ્નનો જવાબ આપીએ તો આ બન્ને માઈક્રોમેક્સ સ્માર્ટફોન્સનું વેચાણ કંપનીની સત્તાવાર વેબસાઈટ અને ઈ-કૉમર્સ સાઈટ Flipkart પર થશે. જેનું વેચાણ 24 નવેમ્બરથી શરૂ થશે.

(4:56 pm IST)