Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

દેશમાં કોરોનાનો પ્રકોપ થોડો ધીમો પડયોઃ 24 કલાકમાં 38,310 દર્દીઓ નોંધાયાઃ દેશમાં 76,03,121 લોકો એક જ દિવસમાં સાજા થયા

નવી દિલ્હી: દેશમાં લાગે છે કે હવે કોરોનાનો પ્રકોપ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38,310 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસની સંખ્યા 82,67,623 પર પહોંચી છે. જેમાંથી 5,41,405 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 76,03,121 લોકો સાજા થઈ ગયા છે. કોરોનાથી એક દિવસમાં 490 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,23,097 થયો છે.

અત્યાર સુધીમાં 11,17,89,350 કોરોના ટેસ્ટ

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 11,17,89,350 ટેસ્ટ હાથ ધરાયા છે. જેમાંથી 10,46,247 ટેસ્ટ ગઈ કાલે કરવામાં આવ્યા હતા.

વધી રહ્યો છે રિકવરી રેટ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 91.96 ટકા થયો છે. જ્યારે કોરોનાથી મૃત્યુદર 1.49 ટકા છે. દેશમાં સતત પાંચમા દિવસે પોઝિટિવ કેસની સંખ્યા છ લાખથી ઓછી રહી છે. આંકડા મુજબ દેશમાં હાલ  5,41,405 લોકો કોરોના વાયરસની સારવાર હેઠળ છે. જે કુલ કેસના 6.55 ટકા છે.

(4:58 pm IST)