Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

હવે મથુરાની મસ્જિદમાં 4 હિન્દૂ યુવાનોએ ' હનુમાન ચાલીસા ' ના પાઠ કર્યા : પોલીસે જેલહવાલે કર્યા : મથુરાના મંદિરમાં 2 યુવાનોએ નમાજ પઢયા નો વળતો જવાબ

મથુરા : મથુરાના મંદિરમાં 2 મુસ્લિમ યુવાનોએ નમાજ પઢયા પછી તેના વળતા જવાબ રૂપે 4 હિન્દૂ યુવાનોએ શહેરની ગોવર્ધન સ્થિત ઇદગાહમાં જઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

જોકે મંદિરમાં નમાજ પઢનારા 2 મુસ્લિમ યુવાનો તથા મસ્જિદમાં હનુમાન ચાલીસાના પાથ કરનારા 4 હિન્દૂ યુવાનોને પોલીસે જેલહવાલે કરી દીધા છે.ચારે હિન્દૂ યુવાનોએ જણાવ્યું હતું કે તેમણે પણ મુસ્લિમોની માફક ભાઈચારો વધારવાની ભાવનાથી મસ્જિદમાં જઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(6:00 pm IST)