Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

જંગલરાજ, ડબલ યુવરાજોનો પ્રજાએ અસ્વિકાર કર્યોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અરરિયામાં જનસભામાં સંબોધન : બિહારમાં અહંકાર હારી રહ્યો છે, પરિશ્રમ ફરી એકવાર જીતવા જઈ રહ્યો હોવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાવો

પટના : બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબરક્કાના મતદાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ અરરિયામાં જનસભાનું સંબોધન કરતા મહાગઠબંધન પર ફરી એક વખત પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, બિહારની પવિત્ર ધરતીએ નક્કી કરી દીધું છે કે નવા દશકામાં બિહારને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડીશું. બિહારના લોકોએ જંગલરાજને, ડબલ-ડબલ યુવરાજોનો અસ્વીકાર કર્યો છે.વડાપ્રધાને જનસભાને સંબોધતા કહ્યું કે બિહાર દિવસો ક્યારેય નહીં ભૂલી શકે કે જ્યારે ચૂંટણીને લોકોએ એક મજાકનો વિષય બનાવીને મુકી દીધુ હતી. તેમના માટે ચૂંટણીનો અર્થ હતો, ચારો તરફ હિંસા, હત્યાઓ અને બૂથ કેપ્ચરિંગ. તેમણે કહ્યું કે, આજે જે લોકો એનડીએનો વિરોધ કરી રહ્યા છે તે લોકો આજે ફરી એક વખત બિહારને લાલચભરી નજરોથી જોઈ રહ્યા છે,

પરંતુ બિહારની જનતા જાણે છે કે કોણ બિહારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને કોણપોતાના પરિવારના વિકાસ માટે. જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે બિહારમાં અહંકાર હારી રહ્યોછે, પરિશ્રમ ફરી એક વાર જિતવા જઈ રહ્યો છે. આજે બિહારમાં કૌભાંડો હારી રહ્યા છે અને લોકોના હક અને અધિકારોફરી એક વખત જીતવા જઈ રહ્યા છે. આજે બિહારાં ગુંડાગર્દી હારી રહી છે અને કાયદાનું રાજ પરત લાવનારા લોકો ફરીથી જીતી રહ્યા છે.

(7:14 pm IST)