Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

કેરળમાં લગ્નવાંચ્છુ યુવકે છોકરી માટે હોર્ડિંગ્સ લગાવ્યું

તારક મહેતાના પોપટલાલના પાત્રને યાદ અપાવતી ઘટના : ૩૫ વર્ષીય યુવકે ફેસબુક પેજમાં બોર્ડની તસવીર પોસ્ટ કરી

કોટ્ટયમ, તા. : હોર્ડિંગ્સ જોતા તમને 'તારક મહેતા કા ઉલટા ચશ્માલ્લમાં પોપટલાલનું પાત્ર યાદ આવી જશે. જી હા તમે મોટા-મોટા હોર્ડિંગ બેનર શહેરોમાં જોયા હશે. હોર્ડિંગ બેનર સામાન્ય રીતે રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા હોય છે. કેરળના કોટ્ટયમ  જિલ્લામાં હાલ એક દિલચસ્પ હોર્ડિંગ જોવા મળી રહ્યું છે. હોર્ડિંગ્સમાં યુવકને લગ્ન માટે છોકરીઓ જોઇની ડિમાન્ડ લખી છે. અનીશ સેબાસ્ટિયને એટ્ટુમાનુરની પાસે કનક્કરીમાં એક આરા મશીનની સામે વિશાળ ફ્લેક્સ હોર્ડિંગ લગાવ્યું છે. ૩૫ વર્ષના યુવકે પોતાના ફેસબુક પેજ પર બોર્ડની તસવીર પણ પોસ્ટ કરી છે. યુવકે બોર્ડ લખ્યું છે કે યુવકને કોઇ માંગા આવતા નથી. તે માત્ર જીવનમાં સારા મૂલ્યોને મહત્વ આપે છે. ફ્લેક્સ બોર્ડમાં યુવાનની એક મોટી તસવીર લગાવી છે. તેમાં તેનો મોબાઇલ નંબર અને વોટ્સએપ નંબર પણ લખ્યો છે. તેમાં એક ઇમેલ આઇડી પણ લખ્યું છે અને લગ્ન માટે છોકરી કે તેના પરિવારને સંપર્ક કરવાનું કહ્યું છે.

અનીશ સેબસ્ટિયન કહ્યું કે તેના લગ્નમાં મોડું થઇ ગયું છે. તે લગ્ન માટે પરંપરાગત રીતે છોકરી શોધી રહ્યો હતો. તે કંટાળી ગયો પરંતુ તેને પોતાની પસંદગીની છોકરી મળી નહોતી. ત્યારબાદ તેને આઇડિયા આવ્યો કે શું કામ રીતે હોર્ડિંગ લગાવી દઉ જેથી કરીને કેટલાંય લોકોને ખબર પડી શકે કે તેને લગ્ન માટે છોકરી જોઇએ છે. તેણે કહ્યું કે આપણે અરેન્જ મેરેજ બાદ કેટલીય વખત સમસ્યાઓનો સામનો કરતા હોઇએ છીએ. ઇન્ટરનેટ પરથી કરાયેલા લગ્ન કેટલીક વખત સફળ થતા નથી. આમ તેણે રીતે પોતાના માટે પરફેકટ મેચ શોધવાનો પ્રયાસ કર્યો છે.

યુવકે કહ્યું કે કોરોના કાળમાં લોકોના ઘરોમાં જવું પણ શકય નથી. લોકો એકબીજાથી સંપર્ક કરી શકતા નથી. એવામાં લગ્નના સંબંધ માટે માધ્યમ સૌથી સારું લાગ્યું. હોર્ડિંગ લાગ્યા બાદ તેની પાસે કેટલાંય સારા સંબંધો આવી રહ્યા છે.

(7:15 pm IST)