Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઇડન કોના વિજયથી ભારતને લાભ : તેના પર નજર

કોરોનાની વચ્ચે અમેરિકામાં રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી : રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેન ૨૦૨૦ની યુએસની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં સામ-સામે

વોશિંગ્ટન, તા. ૩ ; વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળા યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં આજે નવા પ્રમુખની પસંદગી માટે મતદાન થઈ રહ્યું છે. શું ડોનાલ્ડ ટ્રમ્પ ફરી રાષ્ટ્રપ્રમુખ બનીને વ્હાઇટ હાઉસ પાછા ફરશે કે પછી ડેમોક્રેટના ઉમેદવાર જો બાઇડન તેમને બરતરફ કરશે? આ સવાલનો જવાબ થોડા કલાકોમાં મળી જશે. ઉપ-રાષ્ટ્રપ્રમુખ પદ માટે માઇક પેન્સ અને કમલા હેરિસ વચ્ચે પણ હરીફાઈ છે. મોટાભાગના સર્વેક્ષણો બાઇડનની લીડ વધી રહી હોવાનું જણાવી રહ્યા છે પરંતુ છેલ્લા અઠવાડિયામાં ગેમ થોડી બદલાઈ ગઈ છે. મહાસત્તા અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાનનો આરંભ થઇ ચૂક્યો છે. આ માટે ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને વર્જીનિયામાં મતદાન શરુ થયું છે. ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી જો બાઇડેન વચ્ચે ખરાખરીનો મુકાબલો થાય એવી સંભાવના છે. અત્યાર સુધીના મતદાન દિવસના પહેલા જ લાખો લોકોએ મેલ અને બેલેટ દ્વારા મતદાન કરી ચૂક્યા હતા.

બેલેટ થકી અત્યાર સુધી નવ કરોડ ત્રીસ લાખ લોકો મતદાન કરી ચૂક્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિને નેશનલ પોપુલર વોટ દ્વારા ૫૩૮ સભ્યોની ઇલેક્ટોરલ કોલેજ દ્વારા ચૂંટણી કરવામાં આવે છે. જેમાં દરેક ઉમેદવારે જીત માટે ૨૭૦ની બહુમતી જોઇએ. અહીંની ચૂંટણી પદ્ધતિ મુજબ દરેક રાજ્યમાં નક્કી કરેલ ચૂંટણી પ્રધાન હોય છે. જેમ કે કેલિફોર્નિયામાં ૫૫ ચૂંટણી પ્રતિનિધિ નક્કી છે. અહીં જેને મહત્તમ વોટ મળશે તેના ભાગે તમામ ઇલેક્ટોરલ કોલેજ માનવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના મહામારીની વચ્ચે રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઇ રહી છે. આ દરમિયાન બંને ઉમેદવારોએ જીત માટે એડીચોટીનું જોર લગાવી રેલીઓ યોજી છે.  અમુક રાજ્યોમાં સ્થિતિ ઘણી રોમાચંક છે. બુધવારે સવારે પરિણામ આવવાનું શરૂ થશે ત્યારે તેની અસર આખી દુનિયા પર જોવા મળશે.

ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ બંનેમાંથી કયા ઉમેદવારની જીત ભારત માટે વધુ ફાયદાકારક છે. ભારત માટે અમેરિકા સાથેના સંબંધો ફક્ત આર્થિક જ નહીં, પણ વ્યૂહાત્મક અને સામાજિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુએસ રાષ્ટ્રપ્રમુખ બંને દેશોના સંબંધો પર મોટી અસર પાડી શકે છે. અમેરિકામાં સામાન્ય અભિપ્રાય એ જ છે કે ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવા જોઈએ. અમેરિકામાં પણ ભારતીયોની સંખ્યા ઘણી છે અને તેઓ તેમની 'માતૃભૂમિ' અને 'કર્મભૂમિ'માં સારા સંબંધો રાખવા માગે છે. ભારત માટે અમેરિકા સાથે સારા સંબંધો પાકિસ્તાન અને ચીન જેવા વિરોધીઓનો સામનો કરવા માટે પણ જરૂરી છે.

પરંપરાગત વિશ્લેષકો માને છે કે રિપ્બિલકન રાષ્ટ્રપ્રમુખોનો ઝુકાવ ભારત તરફ જ રહે છે. જો કે, આ વાત સપૂર્ણ રીતે સાચી નથી. બીજા વિશ્વ યુદ્ધ પછી નજર કરીએ તો ભારતનો પક્ષ લેનારા બે રાષ્ટ્રપ્રમુખ બન્યા. જેમાં ૧૯૬૦ના દાયકામાં જ્હોન એફ કેનેડી અને પછી ૨૦૦૦ના દાયકામાં જ્યોર્જ ડબલ્યુ બૂશનો સમાવેશ થાય છે. કેનેડી નિયો-કન્ઝર્વેટિવ રિપબ્લિકન હતા, જ્યારે બુશ ડેમોક્રેટ હતા. બંનેએ નવી દિલ્હી સાથેના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ ગયા. કેનેડીએ તેમના કાર્યકાળ દરમિયાન ચીન સામે ભારતને ઘણું સમર્થન આપ્યું હતું. બુશ અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ વચ્ચે પણ ઘણા સારા સંબંધો હતા. આવી બંને વિચારધારાઓના રાષ્ટ્રપતિઓએ અનેક પ્રસંગોએ ભારતને ઝટકો પણ આપ્યો. જેમાં ભલે ભારત-પાકિસ્તાન યુદ્ધ સમય રાષ્ટ્રપ્રમુખ રહેલા રિપ્બિલકન રિચર્ડ નિક્સન હોય કે પછી ૧૯૯૦ના દાયકામાં ભારતને પરમાણુ કાર્યક્રમ માટે દબાણ કરનાર ડેમોક્રેટના બિલ ક્લિંટન.

તાજેતરમાં કોરોના મહામારીને કારણે ચાઇના પ્રતિ વિશ્વનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. ભારતની સરહદ પર તણાવ સર્જીને ચાઈનાએ વધુ એક સંકટ ઉભો કર્યો છે. ટ્રમ્પે કોરોના અને ભારતની સરહદ પર તણાવ બંને માટે ખુલ્લેઆમ ચીનને દોષી ઠેરવ્યું છે. ટ્રમ્પ સીધા-સીધા ચીનની યુદ્ધ કરવા માંગે છે જ્યારે બાઇડન ડિપ્લોમેસીની વકાલત કરી રહ્યા છે. ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 'મિત્રતા' પણ ચર્ચાનો વિષય રહી છે. બાઇડન યુનાઇટેડ સ્ટેટ્સના વાઇસ પ્રેસિડેન્ટ હતા ત્યારે ૨૦૧૪માં મોદી અને તેમની મુલાકાત થઈ હતી. અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી વખત મધ્યસ્થીની ભૂમિકા નિભાવી છે,

રંતુ બંને દેશો સ્પષ્ટપણે તેમની ભૂમિકા સ્વીકારતા નથી. યુનાઇટેડ સ્ટેટ્સ પાકિસ્તાનને એક મિત્ર તરીકે જુએ છે, પરંતુ ચીન સાથેની નિકટતા અને આતંકવાદીઓના આશ્રયને લીધે આ સંબંધ દિવસેને દિવસે નબળો પડી રહ્યો છે. ટ્રમ્પે કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થી કરવા કહ્યું, પરંતુ ભારતે કડક વલણ અપાવતાની સાથે તેઓ પીછેહઠ કરી દીધા હતા. ટ્રમ્પે પાકિસ્તાનના નામે ઇસ્લામિક આતંકવાદની ઘણી વખત નિંદા કરી છે. જ્યારે બાઇડન રાષ્ટ્રપ્રમુખ બને તો તેઓ અમેરિકામાં લૂક એન્ડ ટેક એક્શનની પોલીસી પર કામ કરી શકે છે.

(10:01 pm IST)