Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

IPL -2020 : મુંબઈ ઇન્ડિયનને 10 વિકેટથી હરાવતા હૈદરાબાદ પ્લેઑફમાં :કોલકાતા રેસમાંથી થયું બહાર

વૉર્નર અણનમ 85 અને સાહાના અણનમ 58ની મદદથી હૈદરાબાદની 17.1 ઓવરમાં 10 વિકેટથી શાનદાર જીત

મુંબઈ : સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઇ ઇન્ડિયન્સને મંગળવારે રમાયેલી આઇપીએમલ મેચમાં 10 વિકેટથી હરાવીને પ્લેઑફમાં જગ્યા બનાવી લીધી છે. હૈદરાબાદની જીત સાથે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ પ્લેઑફની રેસમાંથી બહાર થઇ ગઇ. મુંબઇ ઇન્ડિયન્સે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા અને સનરાઇઝર્સ હૈદરાબાદની સામે 150 રનનો ટારગેટ રાખ્યો હતો . જેના જવાબમાં હૈદરાબાદના વૉર્નર(અણનમ 85) અને સાહા (અણનમ 58)ની અડધી સદીની મદદથી 17.1 ઓવરમાં 10 વિકેટથી જીત મેળવી લીધી હતી

  આ જીત સાથે હૈદરાબાદે 14 પોઇન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન બનાવી લીધું છે. બીજી તરફ ઓછી રનરેટ હોવાથી કોલકાતા નાઇટ રાઇડર્સના અભિયાનનો અંત આવ્યો છે

મુંબઈની ટીમમાં કેપ્ટન રોહિત શર્માએ વાપસી કરી છે જે ઇજાના કારણે છેલ્લી કેટલીક મેચોથી બહાર હતા. જોકે તેઓ બેટિંગમાં કોઇ કમાલ ન કરી શક્યા અને ચાર રન બનાવીને સંદિપનો પહેલો શિકાર બન્યા. રોહિતની આ ઇજાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમમાં પણ પસંદગી કરવામાં આવી નથી 

(11:39 pm IST)