Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

મધ્યપ્રદેશ પેટાચૂંટણી : મુરેના અને ભીંડના કેટલાક વિધાનસભા મત વિસ્તારોમાં હિંસા

કેટલીક જગ્યાએ ગોળીબારની ઘટના : અનેકની અટકાયત

મધ્યપ્રદેશમાં પેટા-ચૂંટણીઓના મતદાન દરમિયાન કેટલાક સ્થળોએ હિંસાના બનાવો પણ જોવા મળ્યા હતા. મધ્યપ્રદેશની પેટા ચૂંટણીમાં કુલ 355 ઉમેદવારો મેદાનમાં હતા. પરંતુ મતદાન દરમિયાન મુરેના અને ભીંડના કેટલાક વિધાનસભા મત વિસ્તારોમાં હિંસા થયાના અહેવાલો આવ્યા હતા, કેટલીક જગ્યાએ ગોળીબારની ઘટના પણ બની હતી. જેના માટે પોલીસે કેટલાક લોકોને કસ્ટડીમાં લઇ કેસ નોંધ્યો હતો. મધ્યપ્રદેશમાં સાંજે સાત વાગ્યા સુધીમાં 66. 37 ટકા મતદાન થયું હતું.

(11:47 pm IST)