Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

અમરોહાની વિધાનસભા બેઠક પર એક ગામના લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર

ગામથી હસનપુર સુધી 7 કિ.મી.ના રોડના અભાવે લોકોમાં રોષ :જિલ્લા મેજિસ્ટ્રેટની સમજાવટ છતાં સહમત ન થયા ગામમાં 663 મતદારો મતદાનથી અળગા રહ્યાં

ઉત્તર  પ્રદેશમાં કુલ 7 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. તમામ બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન કરાયું હતું. સાંજે 7 વાગ્યા સુધીમાં 51.57% મતદાન નોંધાયું હતું. જો કે, બાદમાં મતદાનની ટકાવારીમાં થોડો વધારો થઈ શકે છે

 

 યુપીમાં પણ આ 7 બેઠકો ભાજપ અને વિરોધી પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ અહીં અમરોહાની વિધાનસભા બેઠક પર એક ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આ પછી, જિલ્લા મેજિસ્ટ્રેટ ઉમેશ મિશ્રા લોકોને સમજાવવા નૌગવાન સદત વિધાનસભા ક્ષેત્રના સબદલપુર શુમાળી પહોંચ્યા હતા, પરંતુ લોકો સહમત ન હતા

  હકિકતમાં ગામથી હસનપુર સુધી 7 કિ.મી.ના માર્ગના નિર્માણના અભાવે લોકોમાં રોષ છે. ડીએમ 10 નવેમ્બરથી રસ્તો બનાવવાની ખાતરી આપી છે. આ પછી પણ લોકો મતદાન નહીં કરવા અંગે મક્કમ રહ્યા. આ ગામમાં 663 મતદારો છે

(11:51 pm IST)