Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

નાગાલેન્ડ અને ઓડિશામાં બે-બે બેઠકોની પેટાચૂંટણી : નાગાલેન્ડમાં 84 ટકા ધીંગું મતદાન : ઓડિશામાં 68.ટકા

નાગાલેન્ડની આંગામી -1 અને પુંગારો કિફિર અને ઓડિશાના તીર્થોલ અને બાલાસોર બેઠક પર મતદાન

નાગાલેન્ડ અને ઓડિશામાં 2-2 બેઠકો પર પેટાચૂંટણી થઈ હતી. બંને રાજ્યોમાં મતદાનની ટકાવારી ઘણી સારી હતી. નાગાલેન્ડમાં 83.69 ટકા મતદાન થયું હતું, જ્યારે ઓડિશામાં 68.08 ટકાએ મતદાન કર્યું હતું. નાગાલેન્ડની આંગામી -1 અને પુંગારો કિફિર બેઠકો પર મતદાન થયું હતું, જ્યારે ઓડિશાના તીર્થોલ અને બાલાસોર વિધાનસભા ક્ષેત્રની પેટા-ચૂંટણીઓ હતી. સવાર-સાંજ બંને મતદાન દરમિયાન કોઈ ઘટના પ્રકાશમાં આવી ન હતી

(11:54 pm IST)