Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

દિલ્હીમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 6725 નવા કેસ નોંધાયા

વધુ 48 લોકોના મોત ; કુલ કેસનો આંકડો 4 લાખને પાર પહોંચ્યો

 

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં સતત કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. એકવાર ફરી દિલ્હીમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યાએ બધા રેકોર્ડ તોડી દીધા છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી સતત કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. હવે દિલ્હીમાં 6725 નવા કોરોના દર્દીઓની પુષ્ટિ થઈ છે.

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં જ્યાં કોરોના વાયરસના 6725 નવા કેસ સામે આવ્યા છે તો 48 લોકોના મૃત્યુ થયા છે. સિવાય દિલ્હીમાં 3610 લોકો સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 59540 ટેસ્ટ થયા છે.

સાથે દિલ્હીમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ચાર લાખને પાર પહોંચી ગઈ છે. દિલ્હીમાં કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 4,03,096 થઈ ચુકી છે. હાલ દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 35 હજારથી વધુ છે. દિલ્હીમાં આજની તારીખે 36375 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં એક્ટિવ દર્દીઓની અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે.

(12:10 am IST)