Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

હરિયાણા સરકારે ચાઈનિઝ ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો

આયાતી ફટાકડા રાખવા અને વેચવા ગેરકાયદેસર અને શિક્ષાપાત્ર જાહેર કર્યું

હરિયાણા સરકારે ચાઈનિઝ ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. ચીની ફટાકડા પકડાઈ જવા પર તેને પર જાણકારી છતાં અપરાધિક ગુનો  માનવામાં આવશે. જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે રાજ્યમાં આયાતી ફટાકડા રાખવા અને વેચવા માટે રાજ્ય સરકારે તેને ગેરકાયદેસર અને શિક્ષાપાત્ર જાહેર કર્યું છે.

માં હરિયાણા સરકારે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ચાઈનિઝ ફટાકડાના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા અધિકારીઓને આ અંગે સજાગ રહેવા અને આયાતી ફટાકડા વેચવા સામે તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

(12:13 am IST)