Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

દિલ્હીમાં પ્રદુષણની સમસ્યાને પગલે ફટાકડા વિરુદ્ધ મોરચો મંડાશે :'એન્ટી ક્રેકર અભિયાન'

દિલ્હીમાં ફક્ત ગ્રીન ફટાકડા બનાવવા, વેચવા અને તેનો ઉપયોગ માટે મંજૂરી

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ વખતે દિવાળી પહેલા 'એન્ટી ક્રેકર અભિયાન' ચલાવવાની તૈયારી ચાલી રહી છે. દિલ્હીના પર્યાવરણમંત્રી ગોપાલ રાયના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ફક્ત ગ્રીન ફટાકડા બનાવવા, વેચવા અને તેનો ઉપયોગ માટે મંજૂરી રહેશે. અને તેનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

 . ગોપાલ રાયે કહ્યું કે દિવાળી પર પ્રગટાવવામાં આવતા ફટાકડાથી દિલ્હીની હવા પ્રદૂષિત થઈ જાય છે. અને લોકોના જીવન પર ગંભીર અસર પહોંચાડે છે. દિલ્હી સરકાર 3 નવેમ્બરથી એન્ટિ-ક્રેકર અભિયાન શરૂ કરશે, જે પછીથી પણ ચાલુ રહેશે.

(12:16 am IST)