Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ઓ.એન.જી.સી. વિદેશ લીમીટેડના સીઈઓ અને મેનેજીંગ ડીરેક્ટર તરીકે આલોક ગુપ્તાની નિમણુક

તેઓ એન.કે. વર્માની જગ્યા લેશે : વર્મા આ વર્ષે જાન્યુઆરીમાં નિવૃત્ત થયા હતા

નવી દિલ્હી : જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ કંપની ઓએનજીસીના વિદેશી પ્રોજેક્ટ ચલાવતી ઓએનજીસીની પેટાકંપની, ઓએનજીસી વિદેશ લિમિટેડ (ઓવીએલ) ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) તરીકે આલોક ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ એન.કે. વર્માની જગ્યાએ આવ્યા છે, જે આ વર્ષે જાન્યુઆરીમાં નિવૃત્ત થયા હતા.

મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં આ માહિતી આપતાં ઓવીએલે કહ્યું કે, ગુપ્તાને ઘરેલું અને વૈશ્વિક તેલ અને ગેસની શોધખોળ અને ઉત્પાદનમાં ત્રણ દાયકાનો અનુભવ છે. મેનેજિંગ ડિરેક્ટરના પદ પર બઢતી મળતા પહેલા ગુપ્તા, ઓએનજીસી વિદેશના ડિરેક્ટર (ઓપરેશન) હતા. તેમની પાસે વિવિધ દેશોમાં કંપની માટેની ભાવિ વ્યૂહરચના નક્કી કરવાની જવાબદારી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે આલોક ગુપ્તાએ વર્ષ 1983 માં આઈઆઈટી રૂડકી થી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે 1984 માં ઓએનજીસીની કોર્પોરેટ ઓફિસમાં તાલીમાર્થી તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી

(12:48 am IST)