Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ફ્રાન્સના પાટનગર પેરિસમાં ' એકતા દિવસ ' ની ઉજવણી : INFRA એસોસિએશન તથા ભારતીય દૂતાવાસના સંયુક્ત ઉપક્રમે કરાયેલી ઉજવણી અંતર્ગત લોખંડી પુરુષ સરદાર પટેલને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા : સાંસ્કૃતિક કાર્યક્રમ અને સરદાર પટેલના જીવન પર આધારિત શોર્ટ ફિલ્મ દર્શાવાઈ : ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડિઓ દ્વારા ઉદબોધન કર્યું

પેરિસ : ફ્રાન્સના પાટનગર પેરિસમાં ' એકતા દિવસ ' ની ઉજવણી કરવામાં આવી હતી. INFRA એસોસિએશન તથા ફ્રાન્સ ખાતેના ભારતીય દૂતાવાસના સંયુક્ત ઉપક્રમે કરાયેલી સંયુક્ત ઉજવણી અંતર્ગત લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમા ઉપર ફૂલની પાંખડીઓ વરસાવી શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા.સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઉપરાંત સરદાર પટેલના જીવન પર આધારિત શોર્ટ ફિલ્મ દર્શાવાઈ હતી.

ફ્રાન્સના રાજા યોગ ભ્રમકુમારી સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફ્રાન્સના ભારતીય સમુદાયને વિડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું.

ભારતીય અને ફ્રેન્ચ લોકોએ શ્રી સરદાર પટેલને ફૂલની પાંખડીઓ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સરદાર પટેલના જીવન પર સાંસ્કૃતિક કાર્યક્રમ અને શોર્ટ ફિલ્મ પ્રોજેક્શનનું આયોજન કરાયું હતું .

INFRA એસોસિએશનના પ્રમુખ શ્રી બિરેન શાહે માહિતી આપી હતી કે INFRA એસોસિએશને ફ્રાન્સમાં સતત ત્રીજી વખત એકતા દિવસનું આયોજન કર્યું હતું. એકતા નાગરિક ઉજવણીની થીમ એકતા માટે મેડિટેશન હતી .દરેક વ્યક્તિએ એકતા માટે ટૂંકા મેડિટેશનમાં ભાગ લીધો હતો.

ભારતીય દૂતાવાસ વતી શ્રી અક્ષય ત્યાગીએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. BAPS સ્વામિનારાયણ ફ્રાન્સના પ્રમુખ શ્રી શૈલેષભાઈ ભાવસાર, ગુજરાતી સમાજના એક્ઝિક્યુટિવ શ્રી પિનાકીન દેસાઈ, વ્હોરા કોમ્યુનિટીના વડા શ્રી શબ્બીરભાઈ, બ્રહ્માકુમારી ફ્રાંસના વડા શ્રી ગોવિંદજી, JITO ફ્રાંસના અધ્યક્ષ શ્રી લલિત ભંડારી અને મરાઠી, તમિલ ,પંજાબી કોમ્યુનિટીના સભ્યોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

(1:33 pm IST)