Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

કાલે WHOની મહત્વની બેઠક : ભારતની સ્વદેશી વેક્સિન કોવેક્સિનને મંજૂરી આપશે

ભારત બાયોટેકે તમામ ડેટા અને માહિતી પૂરા પાડ્યાં હોવાથી મંજૂરી મળશે

નવી દિલ્હી :  કાલે WHOની મહત્વની બેઠક મળનાર છે ત્યારે ભારતની સ્વદેશી વેક્સિન કોવેક્સિનને મંજૂરી આપશેતેમ મનાય છે WHO દ્વારા માગવામાં આવેલા તમામ પ્રકારના ડેટા અને માહિતી કોવેક્સિન બનાવનાર કંપની ભારત બાયોટેકે પૂરા પાડ્યાં હોવાથી. અત્યાર સુધી કંપની તરફથી જેટલા પણ ડેટા અને માહિતી મળી છે તેનાથી ડબલ્યુએચઓ સંતુષ્ટ છે અને હવે તેને મંજૂરી આપવાની તૈયારીમાં છે.

એક વાર ડબલ્યુએચઓની મંજૂરી મળી જાય તે પછી કોવેક્સિન સ્વદેશીની સાથે સાથે વિદેશી પણ બની જશે અને પૂરી દુનિયામાં તેનો ડંકો વાગશે.

કાલે WHOની ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપની બેઠક યોજાવાની છે અને તેમાં કોવેક્સિનને મંજૂરી આપી દેવામાં આવશે તે લગભગ નક્કી છે. ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપને કોઈપણ રસીને ઇમરજન્સી યુઝ લાઇસન્સ આપવાનો અધિકાર છે. આ જૂથે અંતિમ વિશ્લેષણ કરવા માટે તેની 26 ઓક્ટોબરની બેઠકમાં ઇન્ડિયા-બાયોટેક પાસેથી વધારાના ડેટા માંગ્યા હતા. જે કોરા ડેટાની માંગ કરવામાં આવી હતી તેમાં ૬૦ વર્ષથી વધુ વયના લોકોના ઇમ્યુનોજેનિકડેટા નો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત લિંગ અનુસાર ડેટા પણ માંગવામાં આવ્યો હતો.

(12:00 am IST)