Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

સમય મર્યાદામાં જીએસટી રિફંડ નહીં લીધુ તો કાયમી ધોરણે પૂર્ણવિરામ મુકાશે

એક કંપનીએ સુપ્રીમમાં કરેલી પિટિશનમાં જીએસટીની તરફેણમાં ચુકાદો આપ્યો : સપ્ટેમ્બર માસના રિટર્નમાં ભૂલ સુધારવાની આપવામાં આવતી તક

મુંબઇ,તા. ૩ : જીએસટી ૩બી રિટર્ન ભરવામાં ભૂલ કર્યા બાદ સમયમર્યાદામાં તેનુ રીફંડ લેવામાં નહીં આવ્યુ હોય તો ભવિષ્યમાં તે રિફંડ વેપારીને આપવામાં આવતુ નહીં હોવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. જેથી નાણાકીય વર્ષના અંતે સપ્ટેમ્બર માસમાં ભરવાના થતા રિટર્નમાં રિફંડ લેવાનું રહી ગયુ હોય અથવા તો રિટર્નમાં દર્શાવવાનું રહી ગયુ હોય તો તે રિફંડ ભવિષ્યમાં કયારેય મળશે નહીં તે પ્રમાણે તો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.

વેપારીઓ દ્વારા તમામ વિગતોની ચકાસણી કર્યા બાદ જ દર મહિને અથવા તો દર ત્રણ મહિને ૩ બી રિટર્ન ભરવામાં આવતુ હોય છે. ત્યારબાદ નાણાકીય વર્ષ પૂરૂ થયા પછી પણ રિટર્ન ભરવામાં ભુલ રહી ગઇ હોય અને રિફંડ લેવાનું ે ક્રેડિટ લેવાની બાકી રહી ગયુ હોય તેવા કિસ્સામાં સપ્ટેમ્બર માસના અંતમાં ભરાતા રિટર્નમાં વેપારી દ્વારા તેની વિગતો ભરવામાં આવે તો પણ જીએસટી વિભાગ દ્વારા તેને માન્ય રાખતુ હોય છે. કારણ કે કાયદામાં તેની ખાસ જોગવાઇ પણ કરવામાં આવે છે. ત્યારબાદ રિફંડ માંગવામાં આવી તો આપવામાં આવતું નથી. આવા જ એક કેસમાં કંપની દ્વારા ૯૬૨ કરોડ રૂપિયા વધુ ભરપાઇ કર્યા હોવાથી હાઇકોર્ટમાં ગઇ હતી. હાઇકોર્ટે તે રિફંડ આપવા માટે જણાવ્યુ હતું. જેની સાથે જીએસટી વિભાગ હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમમાં ગઇ હતી. (૨૨.૬)

રિટર્ન ભરતી વખતે વેપારીને પૂરતો સમય આપ્યો હોવાનું તારણ

આ કેસમાં સુપ્રીમ કોર્ટે પણ જીએસટી વિભાગની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જેથી વેપારી કે કંપની દ્વારા સમયમર્યાદામાં રિફંડ લીધુ નહીં હોય તો તે રિફંડ કાયમી ધોરણે મળશે નહીં તેવો ચુકાદો આપવામાં આવ્યો છે. કારણ કે રિટર્ન ભરતી વખતે વેપારીને પૂરતો સમય આપવાની સાથે સાથે પુરતી ચકાસણી કર્યા બાદ જ ભરપાઇ થતુ હોય છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ પૂરૃં થયા બાદ પણ પૂરતો સમય આપવામાં હોવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નહીં હોવાથી રિફંડ મળવાપાત્ર નહીં હોવાની સ્પષ્ટતા પણ ચુકાદામાં કરી છે.

(9:51 am IST)