Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

31 સપ્તાહનો ગર્ભ ધરાવતી મહિલાને ગર્ભપાતની મંજૂરી આપવા કલકત્તા હાઈકોર્ટનો ઇન્કાર : ગર્ભમાં રહેલું બાળક દુર્લભ તેવી જન્મજાત હૃદયની ખામીથી પીડાતું હોવાથી મહિલાએ ગર્ભપાતની માંગણી કરી હતી : 9 નિષ્ણાતો ધરાવતા મેડિકલ બોર્ડએ ગર્ભપાત નહીં કરવા સલાહ આપી

કલકત્તા : કલકત્તા હાઇકોર્ટે આજ બુધવારે એક મહિલાની ગર્ભપાત માટેની અરજીને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો જેમાં એક દુર્લભ અને જટિલ જન્મજાત હૃદયની ખામીને કારણે તેના 31 અઠવાડિયાના ગર્ભની  સમાપ્તિની માંગ કરવામાં આવી હતી.

અરજદાર મહિલાને  23 ઑક્ટોબર, 2021 ના રોજ તેના 31 અઠવાડિયાના ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન ગર્ભની ઇકોકાર્ડિયોગ્રાફી દ્વારા જાણવા મળ્યું હતું કે ગર્ભમાં રહેલા બાળકમાં 'હાયપોપ્લાસ્ટિક લેફ્ટ હાર્ટ સિન્ડ્રોમ' - એક જન્મજાત ખામી છે જે હૃદય દ્વારા સામાન્ય રક્ત પ્રવાહને અસર કરે છે.

અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ સસ્વતા સરકારે બુધવારે જસ્ટિસ મોહમ્મદ નિઝામુદ્દીને જાણ કરી હતી કે 26 ઑક્ટોબર, 2021ના હાઇકોર્ટના અગાઉના આદેશ અનુસાર 9 નિષ્ણાતો ધરાવતા મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી હતી.

તદનુસાર, કોર્ટે બુધવારે મેડિકલ બોર્ડના અહેવાલને જસ્ટિસ નિઝામુદ્દીને રેકોર્ડ પર લીધો હતો જેમાં ગર્ભાવસ્થાની સમાપ્તિ વિરુદ્ધ તબીબી બોર્ડે અભિપ્રાય આપ્યો હતો. તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(1:36 pm IST)