Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ઇરાનના વિદેશમંત્રી કોરોનાગ્રસ્ત બન્યા

તેહરાન તા. ૩ :.. ઇરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દોલ્લાહીયન કોરોના સંક્રમીત થયા બાદ આઇસોલેટ થયા છે. ઇરાનની સરકારી એજન્સી ઇરના મુજબ વિદેશ મંત્રી અમીરની તબીયત સારી જણાવાય રહી છે. તેઓ આઇસોલેશનમાંથી પોતાનું કાર્ય કરી રહ્યા છે. ઇરાનના ઘણા અધિકારીઓ પહેલા પણ કોરોનાની ચપેટમાં આવી ચૂકયા છે. ઇરાનમાં લગભગ ૬૦ લાખ કેસ નોંધાયા છે. અને તે પશ્ચિમ એશીયાનો મહામારીથી સૌથી પ્રભાવીત દેશ છે.

(2:54 pm IST)