Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ફેસબુક ઉપરથી ચહેરો ઓળખતી પ્રણાલી થઈ બંધઃ એક અબજથી વધુ લોકોના ફેસપ્રિન્ટ મટી જશે

મેનલો પાર્કઃ ફેસબુકે કહ્યુ કે તેઓ ચહેરો ઓળખતી પ્રણાલીને બંધ કરશે અને એક અબજથી વધુ લોકોના ફેસપ્રિન્ટ ફેસબુક ઉપરથી મટી જશે. ફેસબુકની નવી પેરેન્ટ હોલ્ડીંગ કંપની મેટામાં કૃત્રિમ બુદ્ધિમત્તા વિભાગના ઉપપ્રમુખ જેરોમ પેસેંટી દ્વારા મંગળવારે પોસ્ટ કરવામાં આવેલા ગ્લોબમાં જણાવાયુ છે કે, ચહેરો ઓળખવાના ઉપયોગની દિશામાં આ મોટો ફેરફાર હશે. ફેસબુકના સક્રિય ઉપયોકતાઓમાંથી એકતૃત્યાંશથી વધુ લોકોએ અમારી ચહેરો ઓળખતી સેટીંગનો સ્વીકાર કર્યો છે. તેના પરિણામે એક અબજથી વધુ લોકોના ચહેરો ઓળખતા ટેમ્લેટને મિટાવી દેવાશે.

(3:30 pm IST)