Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

પેરોલની મુદત લંબાવવા માટે કોવિડ-19 માન્ય આધાર નથી : આજીવન દોષિતોને પેરોલ અથવા ફર્લો પર મુક્ત કરવાથી ન્યાયની ગરિમાને ઠેસ પહોંચે છે : કર્ણાટક હાઈકોર્ટ

બેંગ્લુરુ : પેરોલની મુદત લંબાવવા માટે કોવિડ-19 માન્ય આધાર નથી .પેરોલ અથવા ફર્લો પર આજીવન દોષિતોને મુક્ત કરવાથી ન્યાયની ભાવનાને ઠેસ પહોંચે છે  તેમજ તે લોકોના ન્યાયતંત્ર ઉપરના વિશ્વાસને હચમચાવી દે છે.તેવું કર્ણાટક હાઇકોર્ટે જણાવ્યું છે.

અરજદારના વકીલે ઉગ્ર રજૂઆત કરી હતી કે તેનો અસીલ કોવિડ-19 રોગથી પીડિત છે અને તેની સંપૂર્ણ રિકવરી માટે તેને પેરોલની મુદત વધુ લંબાવવાની જરૂર છે . જેના અનુસંધાને જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિતની સિંગલ-જજ બેન્ચે અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે પેરોલની મુદત લંબાવવા માટે કોવિડ-19 માન્ય આધાર નથી .પેરોલ અથવા ફર્લો પર આજીવન દોષિતોને મુક્ત કરવાથી ન્યાયની ભાવનાને ઠેસ પહોંચે છે  તેમજ તે લોકોના ન્યાયતંત્ર ઉપરના વિશ્વાસને હચમચાવી દે છે.

ઉલ્લેખનીય છે કે પેરોલની મુદત વધારવા માટેની અરજી રાશી કુમાર દ્વારા દાખલ કરવામાં આવી હતી, જે આજીવન કેદની સજા ભોગવીને 19 માર્ચ, 2021 થી પેરોલ પર હતો અને તેણે COVID-19 સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના આધારે 60 દિવસના વિસ્તરણની માંગ કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:33 pm IST)