Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભાર્થીની ઓળખ માટે આધાર કાર્ડ એકમાત્ર માપદંડ નથી : રેશનકાર્ડ ધારકોને પણ જાહેર વિતરણ વ્યવસ્થા અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાનો લાભ મળવો જોઈએ : બોમ્બે હાઈકોર્ટ

મુંબઈ : રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભાર્થીની ઓળખ માટે આધાર એકમાત્ર માપદંડ નથી . બોમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ પીબી વરાલે અને માધવ જામદારની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે રેશનકાર્ડ ધારકોને જાહેર વિતરણ વ્યવસ્થા અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાનો લાભ મળવો જોઈએ .

બોમ્બે હાઈકોર્ટે ગયા અઠવાડિયે કહ્યું હતું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભાર્થીની ઓળખ માટે આધાર એ અન્ય માપદંડો પૈકીનું એક માપદંડ છે પરંતુ તે એકમાત્ર માપદંડ નથી.

અન્ય એક દસ્તાવેજ છે જેના પર લાભાર્થી ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ યોજનાના લાભો મેળવવા માટે આધાર રાખી શકે છે અને તે છે “રાશન કાર્ડ” જે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન, ખાદ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે.આ સંદર્ભમાં, કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારની ફેબ્રુઆરી 2017ની સૂચનાએ સ્પષ્ટ કર્યું છે કે લાભાર્થીઓને ઓળખવા માટે આધાર એકમાત્ર માપદંડ નથી.

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના આદિવાસી વિસ્તારના રહેવાસીઓએ આ ફરિયાદ સાથે કોર્ટનો સંપર્ક કર્યો હતો કે તેઓ અનાજથી વંચિત છે કારણ કે તેમના આધાર કાર્ડને સિસ્ટમ સાથે લિંક કરવામાં આવ્યું નથી.

આથી કોર્ટે "નિરાશાજનક પરિસ્થિતિ" પર તેની વેદના વ્યક્ત કરી હતી કે  જ્યારે બાકીની વસ્તી તહેવારોની ઉજવણી કરી રહી છે, ત્યારે હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોને મૂળભૂત જરૂરિયાત - ખોરાક માટે કોર્ટનો સંપર્ક કરવાની ફરજ પડી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:20 pm IST)