Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

પદ્મનાભ સ્વામી મંદિરના સંચાલકોએ કેરળ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા : મંદિર પાસેથી 1971 ની સાલમાં હસ્તગત કરી લીધેલી 2 લાખ એકર જેટલી જમીનની રોયલ્ટી પેટે દર વર્ષે આપવાની થતી રકમ છેલ્લા 5 વર્ષથી ચૂકવી નથી : કેરળ હાઈકોર્ટે રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો

કેરળ : પદ્મનાભ સ્વામી મંદિરના સંચાલકોએ કેરળ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સંચાલકોએ કરેલી અરજીમાં જણાવ્યું છે કે કોવિડ -19 રોગચાળા અને લોકડાઉનને કારણે, મંદિરને કોઈ આવક થઈ નથી અને તે ભયાનક આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે.

આથી કેરળ હાઈકોર્ટે સરકાર પાસે શ્રી પદ્મનાભ સ્વામી મંદિરની મિલકતો માટે વર્ષ 2017 થી બાકી રહેલ વાર્ષિકી ચૂકવણી કરવા માટે નિર્દેશ માંગતી અરજી પર રાજ્ય સરકારનો જવાબ માંગ્યો છે. [શિલ્પા નાયર વિરુદ્ધ કેરળ રાજ્ય અને Ors.]

જસ્ટિસ અનિલ કે નરેન્દ્રન અને જસ્ટિસ પીજી અજિથકુમારની બનેલી ડિવિઝન બેન્ચે રાજ્ય સરકારને નોટિસ જારી કરી છે અને સરકારને ત્રણ સપ્તાહની અંદર કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટે આ આદેશ શિલ્પા નાયર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જારી કર્યો છે, જે મંદિર કાર્યકર્તા છે જે પીપલ ફોર ધર્મ નામની એનજીઓના પ્રમુખ પણ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:42 pm IST)