Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ફિલ્મમાં હિન્દી બોલનારાને થપ્પડના સિન પર લોકો ભડક્યા

તમિલ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ થઈ : જય ભીમ ૧૯૯૩ની એક સત્ય ઘટના પર આધારીત છે

નવી દિલ્હી, તા.૩ : એમેઝોન પ્રાઈમ પર રિલિઝ થયેલી તમિલ ફિલ્મ જય ભીમને લઈને વિવાદ સર્જાયો છે. આ ફિલ્મમાં અભિનેતા પ્રકાશ રાજનો પણ મહત્વનો રોલ છે. ફિલ્મના એક સીનને લઈને વિવાદ છેડાયો છે. જેમાં પ્રકાશ રાજ હિન્દી બોલી રહેલા વ્યક્તિને થપ્પડ મારે છે. સોશિયલ મીડિયા પર આ સીન સામે ઘણા લોકો વાંધો ઉઠાવી રહ્યા છે.

આ સીનમાં થપ્પડ ખાનાર વ્યક્તિ પ્રકાશ રાજને પૂછે છે કે, મને કેમ તમાચો માર્યો ત્યારે પ્રકાશ રાજ કહે છે કે, હિન્દી નહી તમિલમાં વાત કર.. ફિલ્મ વિવેચક રોહિત જયસ્વાલે કહ્યુ હતુ કે, નોર્થમાં પણ લોકો તામિલ ફિલ્મો જોતા હોય છે અને તેને સપોર્ટ કરતા હોય છે. આ સીન જોઈને દુખ થયુ છે. આવા સીનની જરૂર નથી. આશા છે કે, નિર્માતાઓ આ સીનને હટાવી દેશે.

જય ભીમ ૧૯૯૩ની એક સત્ય ઘટના પર આધારીત છે. જેમાં સમાજના પછાત વર્ગમાંથી આવતા વ્યક્તિને ન્યાય અપાવવા માટેની લડતની કહાની દેખાડાઈ છે.

(7:57 pm IST)