Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

પેગસસ સ્પાઇવેર બનાવનારી ઇઝરાયેલની "એનએસઓ" ગ્રુપને અમેરિકાએ બ્લેક લિસ્ટમાં મૂકયુ: કુલ ત્રણ કંપનીઓ બ્લેક લિસ્ટમાં: સરકારી અધિકારીઓ, પત્રકારો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય કાર્યકરોને ટાર્ગેટ બનાવાતા હતા

પેગસસ સ્પાઇવેર બનાવનારી ઇઝરાયેલની "એનએસઓ" ગ્રુપને અમેરિકાએ બ્લેક લિસ્ટમાં મૂકી દીધેલ છે.

અમેરિકાના વાણિજ્ય વિભાગે એનએસઓ ગ્રૂપ, કેન્ડીરૂ અને પોઝિટિવ ટેકનોલોજી સહિત ૩ વધુ કંપનીને ભેદભરમવાળી સાયબર એક્ટિવિટી માટેના બ્લેક લિસ્ટમાં સામેલ કરી દીધેલ છે
અમેરિકી કોમર્સ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે ઇઝરાયેલની બંને કંપનીઓ એનએસઓ ગ્રૂપ અને કેન્ડીરૂ ને બ્લેક લિસ્ટમાં ઉમેરવામાં આવ્યા છે. આ બંને કંપનીઓ સ્પાઈવેર બનાવીને વિદેશી સરકારોને સપ્લાય કરતી હતી. જેનો ઉપયોગ જે તે સરકાર તેમના સરકારી અધિકારીઓ, પત્રકારો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય કાર્યકરો અને અન્યોને  ટાર્ગેટ બનાવવા માટે કરતી હતી  અને આ માટે તેમના ફોન ટેપ પણ થતા હતા. ભારતમાં પણ વિરોધ પક્ષોએ શાસક પક્ષ ઉપર આવા આક્ષેપો કર્યા છે.

(9:00 pm IST)