Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રોનાલ્‍ડોના ગોલને લીધે માંચેસ્‍ટર યુનાઇટેડ એટલાન્‍ટા સામેની ચેમ્‍પીયન્‍સ લીંગની બેચમાં હારને ડ્રોમાં ફેરવી

બેર્ગામો, તા.૩: આજે રોનાલ્‍ડોના ગોલને લીધે માંચેસ્‍ટર યુનાઇટેડ એટલાન્‍ટા સામેની ચેમ્‍પીયન્‍સ લીંગની બેચમાં હારને ડ્રોમાં ફેરવી નાખી હતી.

મળતી વિગત મુજબ રોનાલ્ડોના ૯૧મી મિનિટના ગોલને સહારે માંચેસ્ટર યુનાઈટેડે એટલાન્ટા સામેની ચેમ્પિયન્સ લીગની મેચમાં તેની નિશ્ચિત લાગતી હારને ૨-૨થી ડ્રોમાં ફેરવી હતી. એટલાન્ટાએ ૧૨મી મિનિટે જોસિફ ઇસિચ અને ૫૬મી મિનિટે ડયુવાન ઝાપાટાના ગોલને સહારે સરસાઈ મેળવી હતી અને રોનાલ્ડોએ ૪૬મી અને ૯૧મી મિનિટે ગોલ ફટકારતાં મેચને બરોબરી પર લાવી હતી.

બાયર્ન મ્યુનિચે ચેમ્પિયન્સ લીગમાં તેની ૧૦૦મી મેચમાં બેન્ફિકા સામે ૫-૨થી યાદગાર જીત હાંસલ કરી હતી. રોબર્ટ લેવાન્ડોવસ્કીએ ગોલ હેટ્રિક ફટકારી હતી. જ્યારે જીનાબ્રી અને સાનેએ એક-એક ગોલ નોંધાવ્યા હતા. બેન્ફિકા તરફથી રોડ્રિગ્યુઝ ડી સિલ્વા અને નુનેઝે ૧-૧ ગોલ ફટકાર્યા હતા. બાયર્ન અને યુવેન્ટસે અંતિમ-૧૬માં પ્રવેશ નિશ્ચિત કર્યો હતો.

બાર્સેલોનાને ૧-૦થી ડાયનામો કીવને હરાવ્યું હતુ. યુવા ફૂટબોલર અંશુ ફૅટીએ વિજયી ગોલ ફટકાર્યો હતો. પાઉલો ડાયબાલાના બે અને ફેડેરિકો કિએઝા તેમજ એલ્વેરો મોરાટાના એક-એક ગોલને સહારે યુવેન્ટે ૪-૨થી ઝેેનિટને હરાવ્યું હતુ. બાનુચીએ ઓન ગોલ કર્યો હતો. જ્યારે ઝેનિટ તરફથી બીજો ગોલ એઝમોન્થે નોંધાવ્યો હતો. યુવેન્ટસ પણ અંતિમ ૧૬માં પ્રવેશ્યું હતુ.

ચેલ્સીએ હાકિમ ઝિયેચના ગોલને સહારે માલ્મોને પરાસ્ત કર્યું હતુ. વિલારિયલે ૨-૦થી યંગ બોયઝને, લિલેએ ૨-૧થી સેવિયાને અને વુલ્ફસબર્ગે ૨-૧થી આરબી સાલ્સબર્ગને હરાવ્યું હતુ.

(12:17 am IST)