Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સાવધાન ! આવનારા 15 દિવસ ખૂબ જ મહત્વના :કોરોના કેસની સંખ્યા થઈ શકે બમણી : ડોક્ટરોએ વ્યક્ત કરી ચિંતા

વાયરસના બે ભાગ ચિંતાનો વિષય:ચેપ અને વાયરસ. R0 ફેક્ટર 12-18 ગણો અથવા તેનાથી વધુ હોઈ શકે :તેથી ખૂબ જ ખતરનાક હોઈ શકે

નવી દિલ્હી :કોરોનાનું નવું વેરિઅન્ટ, ઓમિક્રોન વેરિએન્ટ હવે ભારતમાં પણ દસ્તક આપી ચૂક્યું છે. કર્ણાટકમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે. બંને દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન ડોક્ટરે ગભરાવાને બદલે સતર્ક રહેવા જણાવ્યું છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, આવનારા બે અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મેદાંતા, ધી મેડિસિટીના ચેરમેન-એમડી ડૉ. નરેશ ત્રેહને કહ્યું કે અમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં છીએ કારણ કે કોરોનાનું એક નવું વેરિઅન્ટ  મળી આવ્યું છે, જેમાં સ્પાઈક પ્રોટીન પર 30 થી વધુ વેરિઅન્ટ્સ અને સમગ્ર સ્ટ્રક્ચરમાં 50 થી વધુ વેરિઅન્ટ્સ છે. તેમણે કહ્યું છે કે વાયરસના બે ભાગ ચિંતાનો વિષય છે – ચેપ અને વાયરસ. R0 ફેક્ટર 12-18 ગણો અથવા તેનાથી વધુ હોઈ શકે છે. તેનો અર્થ એ છે કે તે ખૂબ જ ખતરનાક હોઈ શકે છે. અત્યારે, અમને ચોક્કસ વિગતો ખબર નથી

 

ડૉ. નરેશ ત્રેહને વધુમાં કહ્યું, અમને ખબર નથી કે તે કેવી રીતે વર્તે છે પરંતુ જો તમે દક્ષિણ આફ્રિકાના પ્રારંભિક ડેટા પર નજર નાખો તો તે જાણીતું છે કે એક દિવસમાં કેસની (Corona Cases) સંખ્યા બમણી થઈ શકે છે. આ એક સત્ય છે જે સમગ્ર વિશ્વને ચેતવણી આપી રહ્યું છે. આપણે સાવધાન રહેવું પડશે પણ ગભરાવું નહીં. રસીકરણ જરૂરી છે.

ગંગારામ હોસ્પિટલના ડૉ. ધીરેને જણાવ્યું હતું કે ભારતમાં ઓમિક્રોન કેસ આવવાની અપેક્ષા હતી. ભારતમાં લોકોએ શાંત અને સંયમિત રહેવાની જરૂર છે પરંતુ સાથે જ આપણે સાવધ રહેવું પડશે. અમારા પ્રારંભિક અહેવાલથી, અમે કહી શકીએ કે તે અન્ય પ્રકારોની તુલનામાં હળવો વાયરસ છે.

તેમણે વધુમાં કહ્યું કે, લોકોમાં જાગૃતિના અભાવને કારણે લક્ષણ વગરના કેસ ઝડપથી ફેલાય છે. રસીકરણથી આપણા બધાને ફાયદો થશે. આગામી 2 અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. આ સમયગાળાને વ્યક્તિગત લોકડાઉન (Lockdown) તરીકે લો. દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનથી યુવાનો પ્રભાવિત થયા છે

(10:35 pm IST)