Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જામનગરમાં શંકાસ્પદ ઓમિક્રોન કેસ મામલો : દર્દીની સાથે પ્લેનમાં બેઠેલા 4 લોકોનો રીપોર્ટ નેગેટિવ આવતા હાશકારો

દર્દીના સંપર્કમાં આવેલા 87 કોન્ટેક્ટ ટ્રેસ કરાયા: સંપર્કમાં આવેલા તમામ લોકો જામનગરના રહેવાસી:તમામ લોકોને હોમ આઈસોલેટ કરાયા:૭૨ વર્ષીય દર્દીના સેમ્પલ ગુજરાત બાયોટેક ખાતે પણ તપાસાર્થે મોકલાયા

જામનગરના મોરકંડા ગામ ખાતે ગતરોજ બુધવારે આફ્રિકાથી આવેલી વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવી હતી. જે ઓમિક્રોન પોઝિટિવ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જામનગરની જીજી હોસ્પીટલમાંથી આ ઓમિક્રોન શંકાસ્પદ વ્યક્તિના નમૂના વધુ તપાસ માટે પૂણેની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે.

  જામનગરમાં શંકાસ્પદ ઓમિક્રોન કેસનો મામલોમાં દર્દીની સાથે પ્લેનમાં બેઠેલા ૪ મુસાફરોના કોરોના રીપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો અનુભવાયો છે. જો કે દર્દીના સંપર્કમાં આવેલા અન્ય ૮૭ કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવ્યા છે. સંપર્કમાં આવેલા તમામ લોકો હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. સંપર્કમાં આવેલા તમામ લોકો જામનગરના રહેવાસી છે. ૭૨ વર્ષીય દર્દીના સેમ્પલ ગુજરાત બાયોટેક ખાતે પણ તપાસાર્થે મોકલવામાં આવ્યા છે

(12:00 am IST)