Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

સરકાર ઈચ્છે તો બે દિવસમાં આંદોલન સમેટાઈ જાય : ખેડૂત નેતા રાકેશ ટિકૈત

ખેડૂતોનું આંદોલન ચાલુ રાખવા ટિકૈતની ફરી જાહેરાત : હું અહીંથી ખાલી હાથે જવાનો નથી, મને સરકાર દ્વારા અપાયેલા કોઈ પ્રસ્તાવની જાણકારી નથી : ખેડૂત નેતા રાકેશ ટિકૈત

નવી દિલ્હી, તા.૨ : સરકારે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત બાદ  પણ રાકેશ ટિકૈતે આંદોલન ચાલુ રાખવા માટે ફરી જાહેરાત કરી છે.

રાકેશ ટિકૈતે કહ્યુ છે કે, હું અહીંથી ખાલી હાથે જવાનો નથી.મને સરકાર દ્વારા આપવામાં આવેલા કોઈ પ્રસ્તાવની જાણકારી નથી.સરકાર વાત ચલાવે છે કે ખેડૂતો પાછા જશે.પણ આ વાત ખોટી છે.સરકાર સાથે વાતચીત વગર અને ખેડૂતોની સમસ્યાનુ સમાધાન કર્યા વગર ખેડૂતો પાછા જવાના નથી. તેમણે કહ્યુ છે કે, અમારા ગામના લોકો અમને કહી રહ્યા છે કે, એમએસપીની વાત મનાવીને અને ખેડૂતોના કેસ પાછા ખેંચાવીને આવજો.સરકાર ધારે તો બે દિવસમાં આંદોલનનો ઉકેલ લાવી શકે છે.સરકાર જ્યાં સુધી આંદોલન ખતમ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

તેમણે કહ્યુ હતુ કે, કોઈ વ્યક્તિ કેસ ચાલુ હોય તેવી સ્થિતિમાં પાછો જવા નથી માંગતો.જો કોઈ ખેડૂતની ધરપકડ થઈ તો ખેડૂતો સંયુક્ત કિસાન મોરચાથી નારાજ થઈ જશે.

(12:00 am IST)