Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

હવે વોટ્સએપ પરથી IPO ભરો અને ડીમેટ પણ ખોલાવો, લોન્ચ થઇ ખાસ સર્વિસ

ટ્રેડિંગ પ્લેટફોર્મ Upstox એ રોકાણકારો માટે વોટ્સએપ બેઝડ સર્વિસ લોન્ચ કરી છે : IPO ભરવા અને Demat ખોલાવવા માટે એકદમ સરળ પદ્ઘતિ છે

નવી દિલ્હી,તા.૬: સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પ્રમુખ સ્થાન ધરાવતાં વોટ્સએપ પરથી હવે ડીમેટ એકાઉન્ટ ખોલાવાની અને કોઇપણ ઇનીશિયલ પબ્લિક ઓફર (IPO) ભરવાની સવલત મળશે. ટ્રેડિંગ પ્લેટફોર્મ અપસ્ટોકસ (Upstox) તરફથી રોકાણકારો માટે વોટ્સએપ આધારિત સેવાઓ લોન્ચ કરવામાં આવી છે. Upstox તરફથી કહેવામાં આવ્યું છે કે, તે IPO માટે અરજી કરવાની પ્રક્રિયામાં શરૂઆતથી અંત સુધી વોટ્સએપના માધ્યમથી સેવા આપે છે. સાથે જ ગ્રાહકો માટે એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે.

Upstox દાવો કર્યો છે કે, તેના પ્લેટફોર્મ સાથે ફકત ઓકટોબરમાં જ ૧૦ લાખ ગ્રાહકો જોડાયા છે અને યૂઝર્સની સંખ્યા ૭૦ લાખને પાર પહોંચી છે. કંપનીએ જણાવ્યું કે તેનો ટાર્ગેટ ૨૦૨૨ના અંત સુધીમાં પોતાના ગ્રાહકોની સંખ્યા વધારીને ૧ કરોડ સુધી લઈ જવાનો છે.

Upstoxના જણાવ્યા અનુસાર, આ સેવા નવા અને જૂના બંને ગ્રાહકો માટે છે. કંપનીનું કહેવું છે કે આ સેવા કસ્ટમર્સને પોતાના WhatsApp ચેટ વિન્ડોમાંથી બહાર નીકળ્યા વગર કોઈ પણ IPOના સબ્સક્રાઇબ કરવા માટે સક્ષમ બનાવે છે. Upstoxની આશા છે કે આ સેવાના કારણે તેના પ્લેટફોર્મથી આઈપીઓ અરજીની સંખ્યામાં પાંચ ગણો વધારો થઈ શકે છે.

ડીમેટ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયાને પણ WhatsAppના માધ્યમથી સરળ બનાવવામાં આવી છે. Upstoxનું કહેવું છે કે વોટ્સએપના માધ્યમથી ડીમેટ એકાઉન્ટ ખોલતા ફકત એક મિનિટ લાગશે. કંપનીએ જણાવ્યું કે, ‘Upstox Resources’ અને ‘Get Support’ જેવી ટેબ ગ્રાહકોને એક કિલકમાં FAQ અને Upstox સાથે જોડાયેલી તમામ વિગતોને મળી રહેશે.

Upstoxના સ્થાપક શ્રીની વિશ્વનાથે જણાવ્યું કે, નવા ફીચર્સ નવા ગ્રાહકોને જોડવાનું કામ કરશે અને રોકાણકારોને એક સરળ રસ્તો આપશે. તેમનું કહેવુ છે કે વિતેલા દિવસોથી આઇપીઓ માર્કેટમાં થતી ચહલપહલ કંપની માટે નવા ગ્રાહકોને જોડવાની ઉત્ત્।મ તક સમાન છે.

કંપની તરફથી ખાતરી આપવામાં આવી છે કે, આ સેવા માટે WhatsApp પર કોઈ દસ્તાવેજ અપલોડ નહીં કરવામાં આવે અને ચેટમાં અટેચમેન્ટ તરીકે કોઈ દસ્તાવેજ મોકલવામાં નહીં આવે. (૨૨.૬)

WhatsAppથી IPOમાં રોકાણ આ રીતે કરી શકાશેઃ

. સૌથી પહેલા Upstoxના નંબર ૯૩૨૧૨૬૧૦૯૮ પર ‘Hi’ લખીને મોકલો.

. જે પછી તમારી સમક્ષ કેટલાક વિકલ્પ આવશે. જેમાંથી ‘IPO Application’ પર કિલક કરો.

. જે બાદમાં રજિસ્ટર્ડ નંબર દાખલ કરો. OTP જનરેટ કરીને તેને દાખલ કરો.

. ‘Apply for IPO’ પર કિલક કરો.

. જે આઈપીઓ ભરવો હોય તેની પસંદગી કરો.

. Upstox પર WhatsAppથી ડીમેટ ખાતું આ રીતે ખોલી શકાશેઃ

. સૌથી પહેલા Upstoxના નંબર ૯૩૨૧૨૬૧૦૯૮ પર ‘Hi’ લખીને મોકલો.

. જે પછી તમારી સમક્ષ આપેલા વિકલ્પમાંથી ‘Open an Account’ પર કિલક કરો.

. મોબાઇલ નંબર નાખો. OTP દાખલ કરો.

. Email એડ્રેસની વિગત આપો અને OTP દાખલ કરો.

. જન્મ તારીખની માહિતી આપો.

. PAN કાર્ડની વિગત દાખલ કરો. જે બાદમાં તમારી પાસે એક લિંક આવશે, જે Upstoxનાપેજ પર લઈ જશે. અહીં અમુક સામાન્ય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી તમારું ડીમેટ એકાઉન્ટ ઓપન થઈ જશે.

(10:14 am IST)