Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

નવો વેરિએન્ટ શોધનાર ડોકટરે કર્યો ખુલાસો

બાળકો અને રસી લગાવી ચૂકેલા લોકોને ઓમિક્રોન કરી રહ્યો છે સંક્રમિત

એવું ન કહી શકીએ કે જેનું રસીકરણ થઈ ચૂકયું છે કે તે ઓમિક્રોનથી સંક્રમિત નહીં થઈ શકેઃ ડો. એન્જેલિક

નવી દિલ્હી, તા.૩: કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને આ સમયે દુનિયાભરમાં ભય વ્યાપ્યો છે. વિશ્વના મોટા મોટા વૈજ્ઞાનિક આ સમય વાયરસના નેચરને લઈને અધ્યયન કરવામાં લાગેલા છે. આ દરમિયાન ઓમિક્રોને શોધનારી દક્ષિણ આફ્રીકાની ડો.  એલેજિક કોએત્જીએ વાયરસને લઈને મોટો ખુલાસો કર્યો છે. ડો. કોએત્જીએ જણાવ્યું કે ઓમિક્રોનથી ગ્રસ્ત દર્દીઓમાં શું લક્ષણ હોય છે. અને તે એક માણસના શરીરમાં કેવી રીતે અસર કરે છે.

એન ન્યૂઝ ચેનલના ઈન્ટર્વ્યૂહમાં ડો. એન્જેલિક કોએત્જીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે એવું ન કહી શકીએ કે જેનું રસીકરણ થઈ ચૂકયું છે કે તે ઓમિક્રોનથી સંક્રમિત નહીં થઈ શકે કેમ કે દ. આફ્રિકામાં રસીકરણની સાથે સાથે રસીકરણ વાળા બન્ને લોકો પણ કોરોનાના નવા વેરિએન્ટથી ગ્રસ્ત જોવા મળ્યા છે. જોકે તેમનામાં હળવા લક્ષણો છે.

ડોકટર કોએત્જીને કહ્યું કે  જે લોકોને રસી નથી અપાઈ તેમનામાં આ વેરિએન્ટ સતત ફેલાઈ રહ્યો છે અને પોઝિટિવ રેટ ૧૬.૫ ટકા છે. કોએત્જીની એક વાતે  તમને ચિંતામાં નાંખી દીધા છે કે જયાં વાયરસના પહેલા -બીજા વેરિએન્ટ બાળકોને સંક્રમિત નહોતા કરી રહ્યા પણ આ બાળકોને સંક્રમિત કરી રહ્યો છે. તેમજ કેટલાક મામલા એવા સામે આવ્યા છે કે જેમાં રસીકરણ થઈ ચૂકયું છે. ડો. એન્જેલિકે કહ્યું કે તેની દૈનિક તસવીરને યોગ્ય રીતે ન દર્શાવી શકાય પણ આના લક્ષણો ખુબ હળવા હોય છે. ઓકિસજનની જરુર નથી પડતી. પણ લોકો કોરોના ટેસ્ટ માટે જઈ રહ્યા છે.

(10:51 am IST)