Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

એમિક્રોનની દહેશત શરૂઃ સંઘ પ્રદેશમાં ૩૧ સુધી રાત્રી કર્ફયુ

દીવ- દમણમાં થર્ટી ફસ્ટની ઉંજવણી ઉંપર પ્ર‘ાર્થ સર્જાયો

નવીદિલ્હીઃ વિશ્વભરમાં કોરોના વાયરસના નવા અને અતિજોખમી એવા ઓમિક્રોન વેરિયન્ટથી દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે, હવે દેશમાં પણ ઓમિક્રોન વેરિયન્ટએ દસ્તક કરી દીધી છે. કર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટના ૨ કેસ સામે આવ્યા છે જેને લઈને દેશમાં પણ હવે દહેશતનો માહોલ ઉંભો થયો છે ત્યારે વધુ એક ખરાબ સમાચાર સંઘ -દેશથી આવી રહ્યા છે.સંઘ-દેશ દાદરા નગર હવેલી અને દીવ-દમણમાં ઓમિક્રોન વેરિયન્ટની દહેશતને પગલે નાઈટ કરફ્યુ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, દીવ દમણ અને દાદરાનગર હવેલી સંઘ -દેશોમાં આગામી ૩૧ ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ નાઈટ કરફ્યુ રાત્રીના ૧૧ થી સવારના ૬ વાગ્યા સુધી લાગુ રહેશે. સંઘ પ્રદેશોમાં લગાવવામાં આવેલ નાઈટ કરફ્યુને લઈને હવે આગામી ૩૧ ડિસેમ્બરે યોજાનારી થર્ટી ફર્સ્ટની ઉંજવણીઓ પર મોટો સવાલ ઉંભો થયો છે.

 

(11:29 am IST)