Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

એક મહિનામાં ૧૪ ડોલર સસ્તું થયું ક્રૂડ ઓઇલ છતાં પણ પેટ્રોલ - ડીઝલના ભાવ સ્થિર

નવી દિલ્હી તા. ૩ : દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવોમાંઙ્ગછેલ્લા એક મહિનાથી કોઈ બદલાવ થયો નથી. ૩ નવેમ્બર ૨૦૨૧ના રોજ કેન્દ્ર સરકારેઙ્ગપેટ્રોલ ડીઝલ પર લાગતી એકસાઇઝ ડ્યુટીમાંઙ્ગઘટાડો કરીને તેમાં ૫ થી ૧૦ રૂપિયા ઘટાડ્યા છે. પરંતુ તેમ છતાં પણ દેશમાં ઇંધણના ભાવ સ્થિર છે. જોકે કાચા તેલના ભાવોમાં રેકોર્ડ હાઈનીઙ્ગ સરખામણીએ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

ગયા મહિને ૮૫ ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ચૂકેલાઙ્ગબ્રેન્ટ ક્રૂડનાઙ્ગભાવોમાંઙ્ગછેલ્લા કેટલાક સપ્તાહમાં ઘટાડો થયો છે અને તે ૭૦-૭૨ ડોલરની રેન્જમાં આવ્યો છે. ૩ નવેમ્બરે બ્રેન્ટ ક્રૂડ ૮૪ ડોલરની ઉપર વેચાય રહ્યું હતું. બીજી બાજુ ૩ ડિસેમ્બરે તેની કિંમત ઘટીને ૭૦ ડોલરના સ્તરે પહોંચી છે.ઙ્ગ

જો ઘરેલુ બજારમાં ઇંધણ તેલનીઙ્ગવાત કરવામાં આવે તો દિલ્હીમાં પેટ્રોલ ૮ રૂપિયા સસ્તું થઈનેઙ્ગવેચાય રહ્યું છે. અને એક મોટું શહેર છે. જયાંઙ્ગપેટ્રોલનો રેટ ૧૦૦ રૂપિયાની અંદર છે. પેટ્રોલ-ડીઝલની કિંમતોઙ્ગવિદેશી મુદ્રા બજાર અને ક્રૂડ ઓઈલની કિંમતોના હિસાબથી દેશમાં રોજ બદલાય છે.

(12:47 pm IST)