Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

એરટેલે અનેક પ્રીપેડ પ્લાન્સ કર્યા બંધ

એરટેલના ગ્રાહકોને ઝટકો

નવી દિલ્હી તા. ૩ : એરટેલે તાજેતરમાં તેના પ્રીપેડ પ્લાનને મોંઘા કર્યા છે. આ પછી વોડાફોન- આઈડિયા અને જિયો બંનેએ પણ ટેરિફ દરમાં વધારો કર્યો. હવે એરટેલે ફરી એકવાર ગ્રાહકોને ચોંકાવી દીધા છે. તેણે ઘણી યોજનાઓ બંધ કરી દીધી છે. જયારે એરટેલે પ્લાન મોંઘા કર્યા હતા, ત્યારે તેણે દરરોજ 3GB ડેટા સાથેના પ્લાનમાં કોઈ ફેરફાર કર્યો નથી. આના કારણે, યુઝર્સ વધારાથી બચવા માટે યુઝર્સ દરરોજ 3GB ડેટા પ્લાન લઈ શકે છે. હવે એરટેલે આવા ઘણા પ્લાન બંધ કરી દીધા છે.

ઇન્ડિયા ટુડે ટેક અનુસાર, એરટેલે 3GB દૈનિક ડેટા સાથે રૂ. ૩૯૮, રૂ. ૪૯૯ અને રૂ. ૫૫૮ના પ્રીપેડ પ્લાનને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે કંપનીએ આ અંગે કોઈ જાહેરાત કરી નથી, પરંતુ આ પ્લાનને કંપનીની વેબસાઈટ અને એરટેલ થેંકસ એપ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

કંપનીનો રૂ. ૩૯૮ પ્રીપેડ પ્લાન 3GB દૈનિક ડેટા અને ૨૮ દિવસની માન્યતા સાથે આવતો હતો. તેનો ૫૫૮ રૂપિયાનો પ્લાન ૫૬ દિવસની વેલિડિટી સાથે આવતો હતો. ૪૯૯ રૂપિયાના પ્લાનમાં ડિઝનીૅહોટસ્ટાર સબસ્ક્રિપ્શન આપવામાં આવ્યું હતું. તેની વેલિડિટી ૨૮ દિવસની હતી.

આ સિવાય આ પ્લાનમાં દરરોજ અનલિમિટેડ કોલ અને ૧૦૦ એસએમએસ આપવામાં આવતા હતા. આમાં એરટેલ એકસસ્ટ્રીમ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન વિંક મ્યુઝિક અને શો એકેડમી સાથે આપવામાં આવ્યું હતું. ફ્રી હેલો ટ્યુન અને ફાસ્ટટેગ વ્યવહારો પર ગ્રાહકોને રૂ. ૧૫૦ કેશબેક આપવામાં આવે છે.

હવે એરટેલ તેના રૂ. ૫૯૯ અને રૂ. ૬૯૯ના બે પ્રીપેડ પ્લાન સાથે 3GB દૈનિક ડેટા ઓફર કરી રહી છે. આ યોજનાઓની કિંમતમાં વધારો કરવામાં આવ્યો નથી. આ પ્લાનમાં દૈનિક 3GB ડેટા અમર્યાદિત કોલ્સ અને ૧૦૦ SMS આપવામાં આવે છે.

(12:31 pm IST)