Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

મમતા મુંબઇમાં: ગૌતમ અદાણી સાથે મુલાકાત

બેંગાલ ગ્લોબલ બીઝનેસ સમીટમાં હાજર રહેશે અદાણી

મુંબઇ, તા.૩: બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી ગુરૂવારે મુંબઇમાં ગૌતમ અદાણીને મળ્યા હતા. બંનેએ અદાણીના બીઝનેસ એમ્પાયરને પશ્ચિમ બંગાળમાં રોકાણ બાબતે ચર્ચા કરી હતી.

ગૌતમ અદાણીએ આગામી એપ્રિલ મહિનામાં આયોજીત બેંગાલ ગ્લોબલ બીઝનેસ સમિટમાં હાજર રહેવાની ખાત્રી આપી હતી.

મમતા બેનર્જી પોતાની બે દિવસની મુંબઇ યાત્રા દરમ્યાન શરદ પવાર અને આદિત્ય ઠાકરે જેવા રાજનેતા ઉપરાંત જાવેદ અખ્તર અને સ્વરા ભાસ્કર જેવી વિખ્યાત હસ્તીઓને પણ મળ્યા હતા.

તૃણમૂલ પ્રમુખની આ યાત્રા પક્ષના વિકાસ માટે જુદા જુદા પક્ષના નેતાઓને પોતાના પક્ષમાં લાવીને તેને દેશના રાજકારણમાં મોટો પક્ષ બનાવવાના લક્ષ્ય સાથે યોજાઇ છે.

(12:36 pm IST)