Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

મનપા દ્વારા બનાવાઇ નવી વોટર પોલીસી

નવા વર્ષે પાણીનો મીટર મુજબ ચાર્જ ચુકવવા તૈયાર રહેજો

૧ એપ્રીલથી નવા તમામ પ્રકારના નળ કનેકશનોમાં મ.ન.પા. લગાડશે વોટર મીટરઃ જુના નળ કનેકશનોમાં જયાં સુધી મીટર ન લાગે ત્યાં સુધી હાલની પાણીવેરા પધ્ધતી મુજબ ચાર્જ લેવાશે

રાજકોટ, તા., ૩: શહેરમાં ર૦રરથી નવા નળ કનેકશનોમાં વોટર મીટર લગાડી અને મીટર મુજબ પાણીનો ચાર્જ વસુલવા સહીતની નવી વોટર પોલીસી બનાવાઇ છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમં પાણીનું વિતરણ કરવામાં આવે છે. જે અંગે વોટર મીટર પોલીસી બનાવાઇ છે.

આ વોટર મીટર પોલીસીની વિગતો આ મુજબ છે.

(૧) શહેરમાં આવેલ વોર્ડ/ઝોન કક્ષાએથી તા. ૦૧-૦૪-ર૦રર થી આપવામાં આવનાર પાણીના ૧/ર, ૩/૪, ૧ તથા ઉપર ની સાઇઝના તમામ કનેકશનો (રહેણાંક, લાઇસન્સ પ્લમ્બર મારફત ફરજીયાતપણે લગાડવના રહેશે.

(ર) જે તે ટાંકીના કમાન્ડ, વિસ્તારમાં સદર વોટર મીટર પોલીસી પ્રમાણે પાણી પુરવઠો પુરો પાડવાની યોજના કાર્યરત કરવામાં આવે તે તારીખ બાદ તમામ નવીન કનેકશન માટે મીટર ખરીદી મીટર ફિકસીંગ ચાર્જ,  મીટર બોકસ ચાર્જ કે મીટરનું આનુસાંગીક તમામ ખર્ચ ગ્રાહક/ વપરાશકર્તા પાસેથી નિયત કરેલ લાગત મુજબ  વસુલાત કરવામાં આવશે. આ યોજના જે તે ટાંકીના કમાન્ડ વિસ્તારમાં કાર્યરત કરવા અંગેની જાહેરાત વર્તમાનપત્રમાં પ્રદર્શિત કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નકકી થયેલ નિયત લાગતો-નિયત ચાર્જ ભર્યાની પાવતી રજૂ કર્યેથી સદર કનેકશનનો નંબર મીટરથી આપેલ હોઇ તે અંગે માહિતી અલગથી મળે તે માટે અલગ કોડ સાઇઝ સહ નંબર આપવાનો રહેશે. ઓનલાઇન એસેસમેન્ટ રજીસ્ટરે એન્ટ્રી થયેલ હોવાની ખાતરી કર્યા બાદ દિવસ-૧પ માં મીટર બેસાડી આપવામાં આવશે.

૧-ર અને તેથી ઉપરની સાઇઝના તમામ કનેકશનો જેમાં મીટર લગાડેલ ન હોય તેવા તમામ કનેકશનો પર જયા સુધી મીટર લગાવવામાં ન આવે ત્યાં સુધી ચાલુ વર્ષના બજેટમાં સમગ્ર સભાએ મંજૂર કરેલ કર દર મુજબ મીનીમમ યુઝર ચાર્જ વસુલવાનાં રહેશે.

વોટર મીટરને કોઇપણ પ્રકારનું ટેમ્પરીંગ, નુકશાન વિગેરેની જાણ થયેથી મીટર ધારક પાસેથી નવીન મીટર ખરીદી ફિકશીંગની બે ગણી રકમ દંડ તરીકે વસુલાત કરવામાં આવશે.

નળ કનેકશન પર લગાવવામાં આવેલ વોટર મીટર બંધ હોવા અંગેની જાણ જે તે મકાન માલીકે દિવસ-૩ માં રાજકોટ મહાનગરપાલિકાનાં ર૪ * ૭ કન્ટ્રોલ રૂમનાં ફોન નં. ૦ર૮૧-ર૪૭૦૭૭ ઉપર જાણ કરવાની રહેશે.

જે તે કનેકશન ધારક દ્વારા મીટર સાથે ચેડા કરવામાં આવશે કે મીટર બંધ હશે તે અંગેની જાણ નિયત સમય મર્યાદામાં કરવામાં નહી આવે તેવા કિસ્સામાં શરત નં. પ માં દર્શાવેલ વસુલાત ઉપરાંત મીટર બંધ રહે તે દરમ્યાનનાં સમયનો પાણી વેરો ટેબલ -બ મુજબ આકારવામાં આવશે.

રહેણાક યુનિટને ૧/ર નું કનેકશન નિયમ મુજબ લાગત વસુલ કરી વોર્ડ-ઝોન કક્ષાએથી આપવાનું રહેશે.

ગ્રાહક બીલની રકમ બીલમાં જણાવેલ સમય મર્યાદામાં નાણા ભરવાના સમય દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાના વેરા જયાં - જયાં ભરી શકાય તેવી તમામ  જગ્યાઓએ અંતિમ તારીખ પહેલા ભરી શકાશે. બીલ ભરતા સમયે બીલ રજૂ કરવું જરૂરી છે.

આમ એપ્રીલ ર૦રર થી નવા નળ કનેકશન લેનાર મિલ્કત ધારકોને વોટર મીટર લગાડવા ફરજીયાત બનાવાશે  અને મીટર  મુજબ પાણી ચાર્જ વસુલવામાં આવશે. જો કે જુના નળ કનેકશનોમાં વોટર મીટર લાગે નહી  ત્યાં સુધી જુના જળ કનેકશનો ઉપર હાલમાં જે પાણી વેરાનો ચાર્જ છે તે યથાવત રહેશે.

(3:28 pm IST)