Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ઘરેણા પર મેકિંગ ચાર્જ વધતા ૧૦% સુધી મોંઘા થયા સોનાના આભૂષણો

ગોલ્ડ હોલમાર્કિંગની અસરઃ અનેક શહેરોમાં જવેલર્સના મેકિંગ ચાર્જમાં કર્યો વધારો

નવીદિલ્હીઃ કેન્દ્ર સરકારે સોનાના ઘરેણામાં ભેળસેળ રોકવા માટે ગોલ્ડ હોલર્માકિંગ ફરજિયાત કરી દિધું છે. દેશના ૨૫૬ શહેરોમાં હોલમાર્ક વગરના ઘરેણા વેચવા પર ભારતીય માનક બ્યૂરોએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. હવે હોલમાર્ક વગરના ઘરેણા વેચવા ગુનો છે. એવામાં જ્વેલર્સનો નફો ઘટી ગયો છે.

તેનાથી દિલ્હી, ભોપાલ સહિત દેશના અનેક શહેરોમાં જ્વેલર્સે મેકિંગ ચાર્જ વધારી તેની ભરપાઈ શરૂ કરી દીધી છે. આ શહેરોમાં  અલગ-અલગ પ્રકારના મેકિંગ ચાર્જ વધારવામાં આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, મેકિંગ ચાર્જ સરેરાશ ૫ ટકા થી ૧૦ ટકા વધ્યો છે. ભોપાલમાં મેકિંગ ચાર્જ ૧૦ ટકા હતો જે હવે ૧૩ ટકા થઈ ગયો છે.ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે કહ્યું કે, જ્વેલરીની ડિઝાઈનના હિસાબથી બનાવવામાં કેટલો સમય લાગે છે તેના પર મેકિંગ ચાર્જ નક્કી થશે. જો કે, આ અંગે કોઈ નિયમ નથી. એટલા માટે તે જ્વેલર્સ પર નિર્ભર છે કે કેટલું મેકિંગ ચાર્જ લે છે.

જ્વેલર્સ માટે ગાઈડલાઈન

સરકારે જ્વેલર્સ માટે અમૂક ગાઈડલાઈન બનાવી છે. જે અનુસાર, જ્વેલરી શોપમાં ગ્રાહકોને હોલમાર્ક બતાવવા માટે ૧૦ એકસનો ગ્લાસ છે. હોલર્માકિંગ ચાર્જ અંગે જાણકારી આપવાના શોપમાં એક ચાર્ટ ફરજિયાત છે. દુકાનમાં BISનો નંબર અને એડ્રેસનું એક ડિસ્પ્લે હોવું જરૂરી છે.

ગોલ્ડ હોલર્માકિંગની તપાસ પણ થશે

ગ્ત્લ્ તરફથી નિયુકત કરવામાં આવેલ એજન્ટ જ્વેલરી શોપમાં જઈને સ્વર્ણ આભૂષણ પર કરવામાં આવેલ હોલર્માકિંગની તપાસ કરશે. જેથી સુનિિ?ત થઈ જાય કે, જ્વેલરીમાં હોલર્માકિંગ બરાબર કરવામાં આવ્યું છે કે નહીં. તેના માટે દુકાનોમાંથી સેંપલ લેવામાં આવશે. હોલર્માકિંગ લાગુ નહીં કરવા પર કાર્યવાહી પણ થશે.

બની શકે છે ગોલ્ડ બેંક

દેશમાં ગોલ્ડ બેંકની શરૂઆત થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ડેપ્યુટી ગવર્નર આર.ગાંધીએ ભારતમાં  ગોલ્ડ બેંકની સ્થાપનાનો સુઝાવ આપ્યો છે. તેમણે કહ્યું ક, લોકો પાસે ઘરોમાં ૨૩ થી ૨૫ હજાર ટન સોનું પડ્યું છે. જેનો કોઈ ઉપયોગ થઈ રહ્યો નથી. ગોલ્ડ બેંક પાસેથી આ સોનાના મૌદ્રિકરણમાં મદદ મળશે. ગોલ્ડ બેંક સ્થાપિત કરવા માટે બેંક લાઈસન્સિંગ નીતિ, તેની નકદ આરક્ષિત અનુપાતના સંદર્ભમાં થોડા નિયામકીય સુવિધાઓની જરૂરત હશે.(

(4:32 pm IST)