Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

હિમાચલથી નિકળી છું. પંજાબમાં આવતા મોબે મને ઘેરી લીધી છે. ખુદને કિસાન કહી રહ્યાં છે. ગાળો આપી રહ્યાં છે. મારી નાખવાની ધમકી આપી રહ્યાં છે. દેશમાં આ રીતે મોબ લિંચિંગ થઈ રહ્યું છે. જો અમારી સાથે સુરક્ષાદળ ન હોત તો શું સ્થિતિ થાત? : કંગના રનૌત

કિસાનોએ અભિનેત્રી કંગના રનૌતને ઘેરી લઇ કહ્યું કંગના અમારી મહિલાઓની માફી માંગે

નવી દિલ્હીઃ શ્રી કીરતપુર સાહિબના બૂંગા સાહિબમાં કથિત કિસાનોએ અભિનેત્રી કંગના રનૌતના કાફલાને આજે ઘેરી લીધો. ત્યારબાદ ચંડીગઢ-ઉના હાઈવે જામ થઈ ગયો છે. પ્રદર્શનકારી સતત કંગના રનૌત પાસે મહિલાઓની માફી માંગવાની જીદ કરી રહ્યા છે. તે કહી રહ્યાં છે કે કંગના અમારી મહિલાઓની માફી માંગે. પછી અહીંથી જવા દેવામાં આવશે. અહીં મોટી સંખ્યામાં કિસાનો ભેગા થયા છે અને પોલીસ પણ પહોંચી છે.

મનાલીથી ચંડીગઢ આવી રહી હતી કંગના

રોપડની પાસે બૂંગા સાહિબમાં કંગનાની ગાડીને રોકવામાં આવી છે. કંગનાએ ચંડીગઢ એરપોર્ટથી મુંબઈની ફ્લાઇટ પકડવાની હતી. કિસાનોની સાથે મહિલાઓ પણ હાજર છે અને કંગનાને માફી માંગવાનું કહી રહી છે. કિસાન આંદોલન દરમિયાન કંગનાએ વૃદ્ધ મહિલાઓ વિશે કહ્યું હતું કે, તેને 100-100 રૂપિયામાં લાવવામાં આવે છે. તેનાથી કિસાન કંગનાથી નારાજ છે.

કંગનાએ કહ્યું કે, હિમાચલથી નિકળી છું. પંજાબમાં આવતા મોબે મને ઘેરી લીધી છે. ખુદને કિસાન કહી રહ્યાં છે. ગાળો આપી રહ્યાં છે. મારી નાખવાની ધમકી આપી રહ્યાં છે. દેશમાં આ રીતે મોબ લિંચિંગ થઈ રહ્યું છે. જો અમારી સાથે સુરક્ષાદળ ન હોત તો શું સ્થિતિ થાત? આટલી બધી પોલીસ છે, છતાં અમને નિકળવા દેતા નથી. શું હું કોઈ રાજકીય વ્યક્તિ છું. ઘણા લોકો મારી વિરુદ્ધ રાજનીતિ કરી રહ્યાં છે. તેનું આ પરિણામ છે. મોબે મને ઘેરી લીધી છે. પોલીસ ન હોત તો મારૂ લિન્ચિંગ થઈ જાત.

તો કંગના રનૌતે સોશિયલ મીડિયા દ્વારા દાવો કર્યો છે કે પંજાબમાં કિસાનોએ તેની કાર પર હુમલો કર્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વીડિયો મુક્યો છે. તેણે કહ્યું કે, હિમાચલથી નિકળી છું. પંજાબમાં પહોંચતા મોબે મને ઘેરી લીધી છે. ખુદને કિસાન કહી રહ્યાં છે. ગાળો આપી રહ્યાં છે. મારી નાખવાની ધમકી આપી રહ્યાં છે. દેશમાં આ રીતે મોબ લિંચિંગ થઈ રહ્યું છે. જો અમારી સાથે સુરક્ષાદળ ન હોત તો શું સ્થિતિ થાત? આટલી બધી પોલીસ છે, છતાં અમને નિકળવા દેતા નથી. શું હું કોઈ રાજકીય વ્યક્તિ છું. ઘણા લોકો મારી વિરુદ્ધ રાજનીતિ કરી રહ્યાં છે. તેનું આ પરિણામ છે. મોબે મને ઘેરી લીધી છે. પોલીસ ન હોત તો મારૂ લિન્ચિંગ થઈ જાત.

(5:33 pm IST)