Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જો ભવિષ્યમાં યુદ્ધ થશે તો ત્રણેય ભારતીય સેના 197ની યાદ અપાવી દઇશું :પાકિસ્તાને હરાવવા માટે વધુ સક્ષમ

સેનાના પ્રમુખે કહ્યું કે હવે યુદ્વ ટેસ્ટ મેચ જેવા રહ્યા નથી હવે T- 20 જેવા થઇ ગયા છે,પહેલા યુદ્વ માટે સમય મળતો હતો પરતું હવે સમય મળશે નહી,તૈયારી પહેલાથી જ રાખવી પડશે.

નવી દિલ્હી : સેના પ્રમુખ જનરલ મનોજ મુકંદ નરવાણે જણાવ્યું હતું કે 1971ના યુદ્ધના સમયે હું 11 વર્ષનો હતો,તેથી જ તે યુદ્ધમાં ન હતો.71 યુદ્વના 9 વર્ષના બાદ સેનામાં સામેલ થયો હતો. સામાન્ય રીતે  હું કોઈની સાથે લડતો નથી. પરંતુ જો ભવિષ્યમાં યુદ્ધ થશે તો ત્રણેય ભારતીય સેનાઓ 1971 ની યાદ અપાવી દઇશું ,3 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય દળોએ પાકિસ્તાન સામે જીત મેળવી હતી.

ભારતની ત્રણેય સેનાએ પાકિસ્તાને કારમી હાર આપી હતી યુદ્વમાં,સેનાએ પાકિસ્તાને મોહતોડ જવાબ આપીને દુશ્મનના દાંત ખાટા કરી નાખ્યા હતા આ અંગે  વધુ માહિતી આપતાં સેનાના પ્રમુખે કહ્યું કે હવે યુદ્વ ટેસ્ટ મેચ જેવા રહ્યા નથી હવે T- 20 જેવા થઇ ગયા છે,પહેલા યુદ્વ માટે સમય મળતો હતો પરતું હવે સમય મળશે નહી,તૈયારી પહેલાથી જ રાખવી પડશે. આજે યુદ્વ થાય તો પાકિસ્તાને હરાવવા માટે વધુ સક્ષમ  છે. ટેકનોલોજી સજ્જ આપણી સેના છે. 6ણેય સેનામાં ખુબ અપડેટ થયું છે હવે આપણી ક્ષમતા વિશ્વ જોઇ શકે છે

(7:24 pm IST)