Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ઓમિક્રોન સામે બ્રિટનની કંપનીની દવા અસરકારક

વિશ્વભમાં ઓમિક્રોનના હાહાકાર વચ્ચે રાહતના સમાચાર : કોરોનાની સામે કંપનીની એન્ટીબોડી દવા નવા સુપર મ્યુટેન્ટ ઓમિક્રોન વેરિયન્ટની સામે પ્રભાવી છે

ઈંગ્લેન્ડ, તા.૩ : ભારતમાં પણ ઓમિક્રોન વેરિયન્ટે દસ્તક આપી દીધી છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના આ નવા વેરિયન્ટે લોકોમાં ભારે ડરનો માહોલ ઉભો કર્યો છે. તેવામાં હવે બ્રિટેનની ફાર્મા કંપની ગ્લેક્સોસ્મિથક્લાઈને દાવો કરતાં કહ્યું છે કે પ્રારંભિક પ્રયોગશાળાના ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે કોરોનાની સામે તેની એન્ટીબોડી દવા નવા સુપર મ્યુટેન્ટ ઓમિક્રોન વેરિયન્ટની સામે પ્રભાવી છે. ગ્લેક્સોસ્મિથક્લાઈને સોટ્રોવિમેબને યુએસ પાર્ટનર વીઆઈઆર ટેક્નોલોજીની સાથે વિકસિત કરી છે, જે મનુષ્ય દ્વારા અગાઉ બનાવવામાં આવેલ પ્રાકૃતિક એન્ટિબોડી પર આધારિત એક મોનોક્લોનલ એન્ટીબોડી છે.

પરીક્ષણોમાં સોટ્રોવિમેબને ૨૪ કલાકમાં હળવાથી મધ્યમ કોરોનાની સાથે ઉચ્ચ જોખમવાળા વ્યસ્ક દર્દીમાં હોસ્પિટલમાં ભરતી થવા કે મૃત્યુના જોખમને ૭૯ ટકા સુધી ઓછો કરવાનો દાવો કર્યો છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, ઓમિક્રોન વેરિયન્ટ સિક્વન્સન આધાર પર અમારું માનવું છે કે સોટ્રોવિમેબ તરફથી વેરિયન્ટની સામે સક્રિયતા અને પ્રભાવશાળી બનાવી રાખવાની સંભાવના છે.

આ રિસર્ચ પ્રીપ્રિંટ સર્વર બાયોરેક્સિવ પર પોસ્ટ કરાયું છે. જો કે રિસર્ચમાં પ્રારંભિક લેબ ટેસ્ટના આધાર પર ડેટાને શેર કરાયો છે અને અત્યાર સુધી તેની પુર્ણ સમીક્ષા કરવામાં આવી નથી. કંપનીના અનુસાર રિસર્ચે દેખાડ્યું કે સોટ્રોવિમેબ નવા ઓમિક્રોન સાર્સ-સીઓવી-૨ વેરિયન્ટના પ્રમુખ મ્યુટેન્ટની સામે સક્રિયતા કે ગતિવિધિને યથાવત રાખે છે. કંપનીઓ હવે ૨૦૨૧ના અંત સુધી અપડેટ આપવાા ઈરાદાથી ઓમિક્રોન મ્યુટેશનના સંયોજનની સામે સોટ્રોવિમેબની નિષ્ક્રિય ગતિવિધિની પુષ્ટિ કરવા માટે ઈન વિટ્રો સ્યૂડો વાયરસ ટેસ્ટિંગ પૂરી કરી રહી છે.

વીર બાયોટેક્નોલોજીના સીઈઓ જ્યોર્જ સ્કેનગોસે જ્યોર્જ સ્કેનગોસ એક નિવેદનમાં કહ્યું કે, સોટ્રોવિમેબને જાણીજોઈને એક મ્યુટેટિંગ વાયરસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જીએસકે અને વીર બાયોટેક્નોલોજી દ્વારા વિકસિત સોટ્રોવિમેબ એક ડોઝવાળી એન્ટીબોડી છે અને આ દવા કોરોના વાયરસના બહારના આવરણ પર સ્પાઈક પ્રોટીન સાથે જોડાઈને કામ કરે છે. અને જેથી તે વાયરસને માનવ સેલમાં પ્રવેશ કરવા પર રોક લગાવી દે છે.

(7:41 pm IST)