Gujarati News

Gujarati News

News of Sunday, 3rd December 2023

રાજસ્થાન-મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનો ભગવો લહેરાઈ તેવા એંધાણ વર્તાતા કોંગ્રેસમાં સોંપો પડી ગયોઃ કોંગ્રેસ હવે I.N.D.I.A.ગઠબંધનના સહારે

તેલંગાણામાં કોંગ્રેસને જીત મેળવવા INDIAના તમામ 28 દળોની મીટિંગ બોલાવી

નવી દિલ્‍હીઃ  મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ જેવા છે. રાજસ્થાન-મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનો ભગવો લહેરાઈ શકે અને બાકી તેલંગાણામાં કોંગ્રેસને જીત મળી શકે છે. આ સંભવિત પરિણામએ લઈ કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે વિપક્ષના ગઠબંધન INDIAના તમામ 28 દળોની મીટિંગ બોલાવી છે. આ તરફ હવે JDU નેતાએ ટ્વિટ કરીને કહ્યું કે, I.N.D.I.A ગઠબંધને નીતિશ કુમારને અનુસરવું પડશે. 

વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ વિપક્ષી ગઠબંધનમાં ખળભળાટ શરૂ થયો છે. આ દરમિયાન JDU નેતા નિખિલ મંડલે ટ્વીટ કર્યું કે હવે I.N.D.I.A ગઠબંધને નીતિશ કુમારને અનુસરવું પડશે. કોંગ્રેસ 5 રાજ્યોમાં ચૂંટણીમાં વ્યસ્ત હોવાને કારણે INDIA ગઠબંધન પર ધ્યાન આપી શકી ન હતી. હવે કોંગ્રેસે પણ ચૂંટણી લડી લીધી છે અને પરિણામ પણ આવી ગયા છે. આ તરફ INDIAની ચોથી બેઠક 6 ડિસેમ્બરનાં દિલ્હીમાં થવા જઈ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે વિપક્ષનાં તમામ 28 દળોની મીટિંગ બોલાવી છે. પાંચ રાજ્યો - મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમમાં ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ વિપક્ષી દળોની પહેલી બેઠક થશે. આ બેઠકમાં પરિણામોને લઈને મંથન કરવામાં આવશે.

મલ્લિકાર્જુન ખરગેએ ચૂંટણી વિધાનસભાનાં પરિણામો બાદ 6 ડિસેમ્બરનાં રોજ INDIA એલાયન્સની બેઠક બોલાવી છે. આ પહેલા પણ ખરગેએ સ્પષ્ટ કરી દીધું હતું કે 5 રાજ્યોમાં ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ જ મીટિંગ બોલાવવામાં આવશે. તેમાં સીટોની વહેંચણીથી લઈને ગઠબંધનનાં સંયોજકનાં નામ સહિત તમામ મહત્વનાં મુદાઓ પર ચર્ચા કરવામાં આવશે.

I.N.D.I.A એલાયન્સની પહેલી બેઠક 23 જૂનનાં રોજ પટના ખાતે કરવામાં આવી હતી. જ્યારે વિપક્ષી એકતાની બીજી બેઠક 17-18 જૂલાઈનાં બેંગલૂરુમાં થઈ હતી. આ સમયે ભાજપ સામે લડવા માટે વિપક્ષનાં 26 દળો એકસાથે આવ્યાં હતાં. એલાયન્સની ત્રીજી બેઠક 31 ઑગસ્ટથી-1 સપ્ટેમ્બર સુધી મુંબઈમાં થઈ હતી જેમાં 5 કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું હતું.

I.N.D.I.A ગઠબંધનની પ્રચાર સમિતિના 21 સભ્યોના નામ છે- ગુરદીપ સિંહ સપ્પલ (કોંગ્રેસ), સંજય ઝા જેડી (યુ), અનિલ દેસાઈ (એસએસ), સંજય યાદવ (આરજેડી), પીસી ચાકો (એનસીપી), ચંપાઈ સોરેન (જેએમએમ) ), કિરણમોય નંદા (SP), સંજય સિંહ (AAP), અરુણ કુમાર (CPI-M), બિનોય વિશ્વમ (CPI), નિવૃત્ત જસ્ટિસ હસનૈન મસૂદી (NC), શાહિદ સિદ્દીકી (RLD), NK પ્રેમચંદ્રન, (RSP), જી. દેવરાજન (AIFB), રવિ રાય (CPI-ML), થિરુમાવલન (VCK), કેએમ કાદર મોઈદીન (IUML), જોસ કે મણિ (KC-M), તિરુચી સિવા (DMK), મહેબૂબ બેગ (PDP) અને TMC (નામ નક્કી નથી

લોકસભાની ચૂંટણીથી સત્તાની સેમીફાઈનલમાં જે રીતે મોદીની ગેરેન્ટીએ કામ કરવાનું શરૂ કર્યું છે તે પાર્ટી માટે ખૂબ જ પ્રોત્સાહક છે. પાર્ટીએ છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પોતાનો ઝંડો ફરકાવ્યો છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપનો વિજય થયો છે. પાર્ટીએ સીએમ ફેસ જાહેર ન કર્યો હોવાથી હવે પાર્ટીમાં સીએમ ફેસ પર મંથન શરૂ થશે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડમાં ભાજપને બહુમતી મળ્યા બાદ ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી લોકોનો આભાર માન્યો હતો. પાર્ટીના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે આ જનતાની ભાજપમાં વિશ્વાસની જીત છે.

(3:46 pm IST)