Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

આઝાદી અમૃત મહોત્સવમાં 75 કરોડ સૂર્ય નમસ્કારનું કરવાનો લક્ષયાંક : 30 રાજ્યોના પ્રતિનિધિ ભાગ લેશે

કાર્યક્રમમાં 150 દેશોના પ્રતિભાગીઓ: 21814 સંસ્થાઓના 10,05,429 વિદ્યાર્થીઓ નોંધાયેલા

નવી દિલ્હી :  દેશભરમાં આઝાદીની 75મી વર્ષગાંઠ આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રહી છે. 20 ફેબ્રુઆરી 2022 સુધીમાં 75 કરોડ સૂર્ય નમસ્કારનું લક્ષ્‍ય રાખવામાં આવ્યું છે. આ યોગામૃત ઉત્સવ આજે સાંજે 4.30 કલાકે હૈદરાબાદમાં શરૂ થયો હતો. આ કાર્યક્રમમાં 150 દેશોના પ્રતિભાગીઓ ભાગ લઈ રહ્યા છે. આ યોગામૃત ઉત્સવ દ્વારા વિશ્વમાં એકતા અને સ્વાસ્થ્ય ચેતનાનો પ્રારંભ થયો હતો.

પતંજલિ યોગપીઠ, પતંજલિ યોગ સમિતિ, ગીતા પરિવાર, ભારત સ્વાભિમાન ટ્રસ્ટ, મહિલા પતંજલિ યોગ સમિતિ, આર્ટ ઓફ લિવિંગ, ભારતીય યોગ સંસ્થા, દિવ્ય યોગ મંદિર, બ્રહ્માકુમારી પરિવારે FitAYUS India, મંત્રાલયના સહયોગથી આયોજિત યોગામૃત મહોત્સવમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માટે નોંધણી 1લી ડિસેમ્બર 2021થી શરૂ થઈ હતી.

સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ નિમિત્તે 75 કરોડ સૂર્ય નમસ્કાર. 75 કરોડ સૂર્ય નમસ્કારનો વિચાર સ્વામી રામદેવનો છે. આ તહેવારમાં લોકોએ પોતાની અનુકૂળતા મુજબ 21 દિવસ સુધી દરરોજ 13 સૂર્ય નમસ્કાર કરવાના રહેશે. તેમાં 30 રાજ્યોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. 21814 સંસ્થાઓના 10,05,429 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે અને સંખ્યા હજુ પણ વધી રહી છે.

(12:24 am IST)