Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

પંજાબ સરકારે મને પહેલા નોકરી અને રોકડ ઇનામનું વચન આપેલુ પણ હવે પીછેહઠ કરી

વિકલાંગ ચેસ ખેલાડી મલાઇકાનો આરોપ

નવી દિલ્હીઃ ભારતની વિકલાંગ ચેસ ખેલાડી મલાઇકા હાંડાએ  પંજાબ સરકારના રમતગમત મંત્રી પર ગંભીર આરોપ લગાવતા  કહ્યું કે પંજાબના રમતગમત પ્રધાન પરગટ સિંહે તેમને કહ્યું કે રાજ્ય સરકાર તેમને નોકરી અને રોકડ પુરસ્કાર આપી શકે નહીં કારણ કે સરકારની બહેરા રમત માટે આવી કોઈ નીતિ નથી.  મલાઈકાએ તેના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ લખ્યું અને એક વીડિયો પણ અપલોડ કર્યો હતો.

  મલાઇકાનો આરોપ છે કે પંજાબ સરકારે પહેલા તેને નોકરી અને રોકડ પુરસ્કાર આપવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે  પીછે હઠ કરી રહી છે. વર્લ્ડ ડેફ ચેસ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીતનાર હાંડા ૩૧ ડિસેમ્બરે રમતગમત મંત્રીને મળી હતી ત્યારે   રમત મંત્રીએ કહ્યું કે  નોકરી અને રોકડ પુરસ્કાર માટે અયોગ્ય છે, કારણ કે તેની પાસે બહેરા રમત માટે કોઈ નીતિ નથી. હું આ સાંભળીને ખૂબ જ દુખી થઇ છું

(12:00 am IST)