Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

૨૦૦૦ પ્રવાસીઓ સાથેના ક્રૂઝ પર ૬૦ને કોરોના થયો

નવા વર્ષની ઉજવણી માટે ગોવા જનારાની મુશ્કેલી વધી : ક્રૂઝ પર સવાર ૨૦૦૦ થી વધારે મુસાફર અને ક્રૂ ના સમગ્ર સ્ટાફની કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે

મુંબઈ તા.૩ : નવા વર્ષની ઉજવણી માટે કૉર્ડેલિયા ક્રૂઝ જહાજથી ગોવા જનારા મુસાફરની મુશ્કેલી વધી ગઈ છે. ૨૦૦૦ હજાર લોકોને લઈને જઈ રહેલુ આ જહાજ એક ક્રૂ સ્ટાફ કોરોનાથી સંક્રમિત છે. ક્રૂઝ પર રેન્ડમ થયેલા કોવિડ ટેસ્ટિંગમાં પોઝિટીવ કેસ મળવાથી હડકંપ મચી ગયો છે. ક્રૂઝ પર સવાર ૨૦૦૦ થી વધારે મુસાફર અને  ક્રૂ ના સમગ્ર સ્ટાફની તપાસ કરવામાં આવી રહી છે. જહાજ પર કોવિડ સંક્રમિત ક્રૂ સદસ્યને આઈસોલેટ કરી દેવાયા છે. અધિકારીઓએ આરટી-પીસીઆર ટેસ્ટનુ રિઝલ્ટ આવ્યા પહેલા કોઈને પણ જહાજમાંથી ઉતરવાની મનાઈ કરી છે. ક્રૂઝ વર્તમાનમાં મોરમુગાઓ પોર્ટ ક્રૂઝ ટર્મિનલની પાસે છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટે ક્રૂઝને ગોવામાં ઉભા રાખવાની અનુમતિ આપી નથી. ક્રૂ સદસ્ય એન્ટિજન તપાસમાં પોઝીટીવ આવ્યા છે. જોકે હજુ સુધી માત્ર એક જ ક્રૂ સ્ટાફ સંક્રમિત આવ્યા છે અને બાકી તમામની કોરોના ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસના ૧૧, ૮૭૭ નવા કેસ સામે આવ્યા જે એક દિવસ પહેલા આવેલા કેસમાંથી ૨,૭૦૭ વધારે છે અને સાથે જ ઓમિક્રોનના ૫૦ કેસ સામે આવ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે એક બુલેટિનમાં કહ્યુ કે મહારાષ્ટ્રમાં નવ દર્દીઓના પણ મોત થયા અને આ સાથે જ મૃતકોની સંખ્યા ૧,૪૧,૫૪૨ પર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં હવે ૪૨,૦૨૪ દર્દી સારવાર હેઠળ છે. સંક્રમણના ૧૧,૮૭૭ કેસમાંથી ૭,૭૯૨ કેસ મુંબઈથી સામે આવ્યા છે.

મુંબઈ મહાનગરપાલિકા અનુસાર સંક્રમણના ૮,૦૬૩ નવા કેસ આવ્યા. મુંબઈ વિસ્તારમાં સંક્રમણના ૧૦,૩૯૪ કેસ આવ્યા જે રાજ્યમાં સંક્રમણના કુલ કેસના લગભગ ૯૦ ટકા છે.

બીએમસીના આંકડા અનુસાર શહેરમાં ૨૭ ડિસેમ્બરે ૮૦૯ કેસ આવ્યા હતા જેનો અર્થ છે કે રવિવાર સુધી સંક્રમણના કેસમાં લગભગ ૧૦ ગણી વૃદ્ધિ થઈ છે. શનિવારે મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના ૯,૧૭૦ નવા કેસ આવ્યા હતા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે શનિવારે જણાવ્યુ હતુ કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૧૦થી અધિક મંત્રી અને ઓછામાં ઓછા ૨૦ ધારાસભ્ય સંક્રમિત થઈ ચૂક્યા છે.

રાજ્યમાં આવેલા ઓમિક્રોનના ૫૦ કેસમાંથી ૩૫ પૂણે મહાનગરપાલિકા વિસ્તાર, ૮ પિંપરી ચિંચવડ મહાનગરપાલિકા, બે-બે કેસ પૂણે ગ્રામીણ અને સાંગલી તથા ૧-૧ કેસ મુંબઈ અને થાણેથી સામે આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રોનના ૫૧૦ કેસ આવી ચૂક્યા છે જેમાંથી ૧૯૩ લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે.

(12:00 am IST)